Vadodara

વડોદરામાં AAPના 24 ઉમેદવારો જાહેર, સ્થાનિક રાજકારણમાં નવી સરગર્મી

રાજ્યની પ્રથમ યાદીમાં 460થી વધુ ઉમેદવારોની જાહેરાત, વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીઓ જંગ જામશે
‘બાપ-બેટાની રાજનીતિનો અંત, હવે સામાન્ય લોકોની રાજનીતિ’ : ઈસુદાન ગઢવી

વડોદરા | પ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરાયેલ પ્રથમ યાદીમાં સમગ્ર ગુજરાતમાંથી 460થી વધુ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં વડોદરા મહાનગર પાલિકાના કુલ 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા શહેરના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે આ યાદી દ્વારા ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે માત્ર રાજકીય પરિવારો નહીં પરંતુ સામાન્ય કાર્યકર્તા અને સામાજિક રીતે સક્રિય લોકોને તક આપવામાં આવી રહી છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યાર સુધી ભાજપમાં સાંસદ-ધારાસભ્યના પરિવારોને જ વધુ તક મળતી હતી, જ્યારે સામાન્ય કાર્યકર્તાઓને અવગણવામાં આવતા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ તાલુકાથી લઈને મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોમાંથી ઉમેદવારો પસંદ કરી નવી દિશા આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ યાદીમાં સામેલ 460થી વધુ ઉમેદવારો સમાજમાં સક્રિય અને જનસેવામાં જોડાયેલા છે, જે સ્થાનિક સ્તરે પરિવર્તન લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
વડોદરામાં ચૂંટણી રસાકસી વધશે

વડોદરા મહાનગર પાલિકાના 24 ઉમેદવારો જાહેર થતાં શહેરમાં ચૂંટણી માહોલ ગરમાયો છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, AAP દ્વારા નવા ચહેરાઓને તક આપવાથી પરંપરાગત રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે.
AAPએ આશા વ્યક્ત કરી છે કે જાતિ-ધર્મથી ઉપર ઉઠીને જનતા નવી રાજનીતિને સ્વીકારશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને સમર્થન આપશે. 🗳️📢

Most Popular

To Top