World

ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાએ 23 Marina Towerને નિશાન બનાવતાં Dubaiમાં હડકંપ મચી ગયો. અધિકારીઓ મુજબ ઇન્ટરસેપ્ટ કરાયેલા ડ્રોનના અવશેષો બિલ્ડિંગના બહારના ભાગ પર પડતા આગ લાગી અને ધુમાડાના ગોટાળા આકાશમાં દેખાયા.

મળતી માહિતી અનુસાર ડ્રોનને સુરક્ષા દળોએ હવામાં જ નષ્ટ કરી દીધો હતો, પરંતુ તેના ટુકડાઓ ટાવરની બહારની ફેસાડ સાથે અથડાતા મર્યાદિત નુકસાન થયું. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ પર આવી ગઈ હતી. આ ઘટના પછી Dubai International Airportને પણ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. આ એરપોર્ટ દુનિયાના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટોમાંથી એક ગણાય છે.

છેલ્લા કેટલાક દિવસોમાં United Arab Emiratesના અનેક મહત્વપૂર્ણ સ્થળો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. ડ્રોન હુમલાઓમાં Palm Jumeirah વિસ્તાર તેમજ પ્રખ્યાત લક્ઝરી હોટેલ Burj Al Arab નજીક પણ હુમલા થયા હોવાનું જણાવાય છે. ઉપરાંત દુબઈમાં આવેલા United States Consulate in Dubai નજીક ડ્રોનના અવશેષો પડતાં આગ લાગવાની ઘટના પણ નોંધાઈ હતી.

આ દરમિયાન UAEના પ્રમુખ Mohammed bin Zayed Al Nahyanએ દેશના દુશ્મનોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે UAEની સમૃદ્ધિ અને વિકાસને તેની કમજોરી સમજી લેવામાં આવે નહીં. દેશ પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપશે.

બીજી તરફ Saudi Arabiaએ જણાવ્યું કે તેની રક્ષા દળોએ Riyadh ઉપર ઉડતા ત્રણ ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા. તેમજ Qatarના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઘણી મિસાઈલને હવામાં જ અટકાવવામાં આવી હતી.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને King Khalid International Airportએ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઈટની માહિતી એરલાઈનના અધિકૃત માધ્યમોથી ચકાસવાની સલાહ આપી છે.

મધ્ય પૂર્વમાં વધી રહેલા આ હુમલાઓને કારણે સમગ્ર ગલ્ફ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર વિશ્વભરના દેશો નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top