
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા શહેરના મુખ્ય એસટી ડેપો ખાતે આજે અકસ્માતની ઘટના બની હતી. વોલ્વો બસના ચાલકે રિવર્સ લેતી વખતે પાછળ આવી રહેલી એસટી બસ સાથે અથડાતા આગળનો કાંચ તૂટી ગયો હતો. જેને પગલે બંને બસના ચાલકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં નાના મોટા અકસ્માતો સર્જાય તે હવે આમ વાત બની ગઈ છે. જોકે એસટી ડેપોની અંદર અકસ્માત સર્જાયો હોવાની પ્રથમ ઘટના આજે બની હતી. જેમાં ચાલકની બેદરકારીને કારણે એસટી બસને નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના એસટી ડેપો ખાતે આજે બે બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. એક વોલ્વો બસના ચાલકે રિવર્સ લેતી વખતે પાછળ ઉભેલી એસટી બસ સાથે જોરદાર અથડાઈ હતી. આ અથડામણને કારણે પાછળ ઉભેલી એસટી બસના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો અને બંને બસને નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ બંને બસના ચાલકો વચ્ચે શાબ્દિક ટપા ટપી થઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.