Trending

સ્ટેજ પર હદ પાર? Cardi Bની ‘એર ગિટાર’ પરફોર્મન્સથી સોશિયલ મીડિયા પર તોફાન

અમેરિકાની જાણીતી રેપર Cardi B ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તેમની Little Miss Drama ટુર દરમિયાન થયેલી એક પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે ભારે વિવાદ ઉભો થયો છે.

આ ઘટના Los Angelesમાં યોજાયેલા કોન્સર્ટ દરમિયાન બની હતી. વીડિયોમાં Cardi B સ્ટેજ પર ‘એર ગિટાર’ વગાડતી દેખાય છે, પરંતુ ઘણા લોકોએ આ દરમિયાન કરાયેલા હાવભાવને અયોગ્ય ગણાવીને ટીકા શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે લખ્યું કે આ પ્રકારની હરકત જાહેર મંચ પર અને પરિવારો તથા બાળકોની હાજરીમાં યોગ્ય નથી.

કેટલાક રાજકીય ટિપ્પણીકારો અને નેટિઝન્સે વીડિયો શેર કરીને કહ્યું કે જો કોઈને આમાં ખોટું ન લાગે તો તે ચિંતાજનક બાબત છે. એક યુઝરે લખ્યું કે “આ વર્લ્ડ સ્ટેજ પર આવી રીતે વર્તવું મહિલાઓ માટે શરમજનક છે.” બીજી તરફ, કેટલાક લોકોએ જણાવ્યું કે સ્ટેજ પરફોર્મન્સમાં કલાકારો ઘણીવાર અલગ અંદાજમાં પ્રેક્ષકોને મનોરંજન આપવા માટે આવી સ્ટાઈલ અપનાવતા હોય છે અને તેને વધારે ગંભીરતાથી લેવાની જરૂર નથી.

Cardi Bની Little Miss Drama ટુર 11 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ છે અને 17 એપ્રિલ 2026 સુધી વિવિધ શહેરોમાં યોજાવાની છે. ટુરનો આગામી શો Phoenixમાં 1 માર્ચે યોજાવાનો છે, જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ કોન્સર્ટ પહેલા Cardi Bએ પોતાના ફેન્સને સંદેશ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યારે લોકો તેમના શોમાં આવે છે ત્યારે બે કલાક માટે દુનિયાની તમામ ચિંતા ભૂલીને આનંદ માણે. તેમણે ફેન્સને કહ્યું કે જીવનની સમસ્યાઓ, કામ કાજ અથવા અન્ય તણાવને થોડી વાર માટે દૂર રાખીને મ્યુઝિક અને મોજમસ્તીનો આનંદ લો.

\પરંતુ આ વાયરલ વીડિયોના કારણે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ ગઈ છે અને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે, કેટલાક સમર્થનમાં છે તો કેટલાક કડક વિરોધ કરી રહ્યા છે.

Most Popular

To Top