Entertainment

વિજય દેવરકોંડા વેડ્સ રશ્મિકા મંદાના: ઉદયપુરમાં બે વિધિથી થશે શાહી લગ્ન, 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય સ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી ચાહકોની પસંદગી રહેલી આ જોડી હવે સત્તાવાર રીતે જીવનસાથી બનવા જઈ રહી છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહ રાજસ્થાનના ઉદેપુર સ્થિત ITC Hotels Ekaya Mementos ખાતે યોજાશે. આ લગ્નની ખાસ વાત એ છે કે લગ્ન એક નહીં પરંતુ બે અલગ-અલગ પરંપરાગત વિધિ મુજબ કરવામાં આવશે. સવારે તેલુગુ હિન્દુ રીતરિવાજો અનુસાર વિધિ યોજાશે, જ્યારે સાંજે રશ્મિકાની કોડાવા (કુર્ગ/કર્ણાટક) પરંપરા મુજબ સમારોહ થશે. સમગ્ર ઉજવણી સવારથી રાત સુધી ચાલી રહેવાની છે. પંડિત પણ લગ્ન કરાવા માટે ઉદયપુર પહોંચી ગયા છે. એરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિજય અને રશ્મિકાના લગ્ન માટે ઉદયપુર પહોંચેલા પાંચ પાદરીઓ દેખાય છે. લગ્નની વિધિઓ હાલમાં ચાલી રહી છે અને આ દંપતી ગુરુવારે લગ્ન કરશે.

લગ્નની તૈયારીઓ સંગીત સમારોહ સાથે શરૂ થઈ ગઈ છે. સમારોહ દરમિયાન વિજયની માતા માધવી દેવરકોંડાએ રશ્મિકાને પરિવારની પરંપરાગત બંગડીઓ ભેટ આપી, જેને પ્રેમ અને સ્વીકારનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાન મોદીએ વિજય દેવરકોંડાના માતાપિતાને પત્ર લખીને તેમના પુત્રના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. પોતાના પત્રમાં, વડા પ્રધાને લખ્યું, “મને 26 ફેબ્રુઆરીએ વિજય અને રશ્મિકાના લગ્નનું આમંત્રણ મળતાં આનંદ થયો છે. આ આનંદકારક અને શુભ પ્રસંગે દેવરકોંડા અને મંદાના બંને પરિવારોને હાર્દિક અભિનંદન.” પોતાના પત્રમાં પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ લગ્ન વિજય અને રશ્મિકાના જીવનમાં એક નવી અને સુંદર શરૂઆત છે. ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, “સાત પ્રતિજ્ઞા લેવાનો અર્થ જીવનભર મિત્રો બનવું.” સાથે જ તેમણે બંને કલાકારોના ફિલ્મી કારકિર્દીની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “પડદા પર જાદુ સર્જનાર આ જોડીનું વાસ્તવિક જીવનનું નવું અધ્યાય વધુ તેજસ્વી રહેશે.” વિજય અને રશ્મિકા 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ખાનગી સમારોહમાં લગ્ન કરશે, જ્યારે 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શન તાજ કૃષ્ણા હોટેલમાં યોજાશે. દક્ષિણ ઉદ્યોગની ઘણી હસ્તીઓ આ ઉજવણીમાં હાજરી આપશે. ચાહકો હવે આ કપલના લગ્નના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top