National

છેલ્લી ઘડીએ બદલાયો પ્લાન? બીજા રિઝર્વેશન ચાર્ટ સુધી બોર્ડિંગ પોઇન્ટ બદલવાની મંજૂરી મળે તેવી શક્યતા

રેલવેના મુસાફરો માટે એક મહત્વના અને આનંદ થઈ આવે એવા સમાચાર આવ્યા છે. આ પહેલા ટિકિટ બુકિંગ કરતી વખતે જે બોર્ડિંગ પોઇન્ટ નાખ્યું હોઈ એ એકવાર ટિકિટ બુક થઈ ગયા પછી અગર જો બોર્ડિગ પોઇન્ટ બદલવું પડે એવી પરિસ્થિતિમાં કે ઘણીવાર બોર્ડિંગ પોઇન્ટ ચેન્જ કરવાનું રહી જાય એ સમયે કે પછી અન્ય કોઈ સ્થળેથી બોર્ડિંગ કરવા જેવી પરિસ્થિતિ આવી પડે એ વખતે આ ચેન્જ ન થઈ શકવાની સમસ્યા બહુ જ ભારે પડી જતી હતી. જો રેલવે બોર્ડનો તાજો પ્રસ્તાવ અમલમાં આવશે તો મુસાફરો વર્તમાન ચાર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી પોતાના બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર કરી શકશે. એટલે કે, છેલ્લી ઘડીએ પ્લાનમાં કોઈ ફેરફાર થાય તો એવા સમયે ટિકિટ કેન્સલ કરવાની ફરજ નહીં પડે. આથી અનાવશ્યક કેન્સલેશન અને રિફંડનો બોજ પણ ઘટશે. મુસાફરી કરતી વખતે પેસેન્જરને બહુ જ હાલાકી ભોગવી પડી હોઈ એવા ઘણા કિસ્સાઓ છે. આ તકલીફને જોતા અને પેસેન્જરોની સુવિધામાં વઘારો કરવાના હેતુથી રેલવેએ આ મહત્વનો નિર્ણય લીધો છે. હાલના નિયમો મુજબ આરક્ષિત ટિકિટ પર બોર્ડિંગ પોઈન્ટ બદલવાની મંજૂરી ફક્ત પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી જ છે. પ્રથમ ચાર્ટ સામાન્ય રીતે ટ્રેનના પ્રસ્થાન પહેલા અંદાજે 10થી 20 કલાક અગાઉ તૈયાર થાય છે. રેલવે બોર્ડે સૂચવ્યું છે કે મુસાફરોને વધુ સુવિધા આપવા માટે બોર્ડિંગ પોઇન્ટ બદલવાની સમયમર્યાદા બીજા રિઝર્વેશન ચાર્ટ સુધી લંબાવવી જોઈએ. બીજો ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના આશરે અડધા કલાક પહેલા તૈયાર થાય છે, જ્યારે પ્રીમિયમ ટ્રેનોમાં તે પ્રસ્થાનના લગભગ 15 મિનિટ પહેલા તૈયાર થઈ શકે છે.

આ વિચાર 2019ના કોમર્શિયલ પરિપત્રમાં આપવામાં આવેલી સુવિધાના આધારે આગળ વધારવામાં આવ્યો છે. તે સમયે, અન્ય સ્ટેશનોથી બોર્ડિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ સમય મર્યાદા ફક્ત પ્રથમ ચાર્ટ સુધી જ હતી. હવે તેને વધુ લવચિક બનાવવા માટે સુધારાઓ વિચારણા હેઠળ છે. હાલ માટે જૂના નિયમો અમલમાં છે. નવી દરખાસ્ત પર અંતિમ નિર્ણય ટેકનિકલ રિપોર્ટ પછી લેવામાં આવશે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો મુસાફરોને ખાસ્સી રાહત મળશે.

Most Popular

To Top