SURAT

CM Bhupendra Patel સુરત ની મુલાકાતે,Narendra Modiના‘મન કી બાત’સાથે સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ

વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુંજ્યો રાષ્ટ્રનિર્માણનો સંદેશ, ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026’નો ભવ્ય શુભારંભ

મુખ્યમંત્રી Bhupendra Patel આજે સુરતની મુલાકાતે પહોંચતાં શહેરમાં સાંસ્કૃતિક ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો.સવારે તેઓ Veer Narmad South Gujarat University ખાતે પહોંચ્યા, જ્યાં Narendra Modiના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ Mann Ki Baatનું જીવંત પ્રસારણ નિહાળ્યું.વર્ષ 2026ના ‘મન કી બાત’ના બીજા એપિસોડ દરમિયાન મુખ્યમંત્રી સાથે C. R. Patil,Mukesh Dalal, Daxesh Mavani સહિત મનપાના હોદ્દેદારો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટીના સેમિનાર હોલમાં સવારે 11 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.આ અવસરે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણના વિઝનને બિરદાવતાં ‘મન કી બાત’ને જનચેતનાનું શક્તિશાળી અને પ્રેરણાદાયક માધ્યમ ગણાવ્યું.પુસ્તક મેળામાં 11 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 5 ડોમમાં 63થી વધુ બુક સ્ટોલ્સ ઉભા કરાયા છે. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રકાશકો સાથે ચર્ચા કરી અને યુવાઓને મોબાઇલથી દૂર રહી વાંચન સંસ્કૃતિ અપનાવવા પ્રેરણા આપી.

વડાપ્રધાનના જીવન અને સુશાસન પર આધારિત વિશેષ ‘નમો પેવેલિયન’ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ‘નમો રીડિંગ કોર્નર’માં યુવાનો પ્રેરણાદાયી પુસ્તકોનો અભ્યાસ કરી શકશે.

800 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ફ્લાવર શોમાં ‘PM સૂર્યઘર’ અને ‘જલશક્તિ અભિયાન’ જેવી યોજનાઓને ફૂલોથી આલેખવામાં આવી છે. સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની 40થી વધુ નર્સરીઓ હોર્ટિકલ્ચર મેળામાં ભાગ લઈ રહી છે. એક વિશેષ ડોમમાં 44 સ્ટોલ્સ સાથે શિલ્પગ્રામ ઉભું કરાયું છે, જ્યાં કચ્છી જ્વેલરી, શંખ કળા અને એમ્બ્રોઇડરી વર્ક જેવી પરંપરાગત કળાઓને પ્રદર્શનનો અવસર મળ્યો છે.

સ્વાદના શોખીનો માટે 36 સ્ટોલ્સનો વિશાળ ફૂડ ઝોન પણ તૈયાર છે. 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનારા આ મેળામાં લાખો સુરતીઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે. 26 વર્ષની ગૌરવશાળી પરંપરાને આગળ વધારતો આ પુસ્તક મેળો સુરતની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈ આપશે.

Most Popular

To Top