આમોદ તાલુકાનાં દોરા ગામે પિતા પુત્રની લડાઈમાં વચ્ચે છોડાવવા પડેલા 23 વર્ષીય એક યુવાનને લાકડીના સપાટા મારીને નિર્મમ હત્યા કરવાની ઘટના બની છે. સમગ્ર ઘટના બન્યા બાદ હત્યા કરનારો આરોપી ફરાર થતાં પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરીને તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આમોદ તાલુકાનાં દોરાના નવીનગરી વસાવા વાસમાં રાજેશ વસાવા તેમજ તેમના પિતા નગીનભાઈ વસાવા વચ્ચે તા-18-3-2021ના રોજ મધરાત્રે 10 વાગ્યે અંદરોઅંદર બોલાચાલી થતી હતી.બોલાચાલી થતાં ગામના કિશનભાઈ કાલિદાર વસાવા (ઉ.વ.23) વચ્ચે છોડાવવા પડ્યા હતા.જેમાં રાજેશ વસાવાએ ઉગ્ર સ્વભાવે કહ્યું કે તું કેમ અમારા બાપ દીકરા ઝઘડા વચ્ચે પડે છે॰ આજે તને પતાવી દેવો છે.તેમ કહીને રાજેશ વસાવાએ કિશનભાઈ વસાવાના માથા અને મોઢા પર બેસુમાર રીતે લાકડીના સપાટા મારતા લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડતાં ત્યાંજ અંતિમ શ્વાસ લેતા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ હત્યારો રાજેશ વસાવા ભાગી છૂટ્યો હતો. આમોદ પોલીસે ગુનો દાખલ કરીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે॰
દોરા ગામે નવીનગરી વસાવાવાસમાં બાપ-દિકરાની લડાઈમાં વચ્ચે છોડાવવા પડેલા યુવાનને લાકડીના સ્પાતથી ઢીમ ઢાળી નાખતા નજરે પડે છે