ગત મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષવ જે પી નડ્ડાએ ગુજરાત ભાજપની નવી સંઘટ્ઠ્નીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં 10 ઉપ પ્રમુખ , 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. જો કે જુની સંગઠ્ઠનીય ટીમમાંથી મોટા માથાઓને દૂર કરાયા છે. નવી સંગઠ્ઠનીય ટીમમાં દક્ષિણ ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાંથી ગણપત વસાવા, સુરત શહેરમાંથી ઝંખના પટેલ , અંજુબેન વેકરિયા,અરવિંદ પટેલ, કૈલાશબેન ગામીત , સોનલબેન સોલંકીનો સમાવેશ કરાયો છે.
આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તથા 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જયારે યુવા ચહેરાઓને સ્થાન અપાયુ છે, જયારે જ્ઞાતિનું પરિબળ પણ ધ્યાને લેવાયુ છે.પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી સંગઠ્ઠનીય ટીમમાં પાર્ટીના જૂના જોગીઓનો અનુભવ અને નવા યુવા નેતાઓનો ઉત્સાહ બંનેને સ્થાન આપીને ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
નવી સંગઠ્ઠનીય ટીમમાં કુલ 35 જેટલા હોદેદારોમાં સૌરાષ્ટ્રના 10 અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે 9 જેટલા મહિલા અગ્રણીઓને મહત્વના હોદ્દાઓ પર નિમણૂંક આપવામાં આવી છે. એકલા પ્રશાંત કોરાટને બાદ કરતાં જુના સી આર પાટીલની ટીમના લગભગ બધાંજ હોદે્દારોને દૂર કરવા સાથે સંગઠ્ઠનમાં ધરખમ ફેરફાર કરાયા છે.
સંગઠનમાં નવો પ્રાણ ફૂંકવા તથા સંગઠ્ઠનીય તંત્રને વેગ આપવા માટે મહામંત્રી તરીકે અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છ જિલ્લાના નેતા અનિરુદ્ધ દવે, રાજકોટથી યુવા નેતૃત્વ ડો. પ્રશાંત કોરાટ, ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ અજય બ્રહ્મભટ્ટ અને સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠકના નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે.
પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પાર્ટીના વરિષ્ઠ અને જનાધાર ધરાવતા નેતાઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર નો સમાવેશ કર્યો છે. આ સિવાય પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અને નટુજી ઠાકોરને જવાબદારી સોંપાઈ છે.
જ્યારે મહિલા નેતૃત્વ તરીકે સુરતના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને પણ સ્થાન મળ્યું છે.કોષાધ્યક્ષ તરીકે ડો. પરિન્દુ ભગત, મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ, મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળા અને કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહનો સમાવેશ કરાયો છે.