Vadodara

વાઘોડિયાના સાગાડોલ ગામ નજીક બે બાઈક સામસામે ધડાકાભેર ભટકતા અકસ્માત, બે યુવાનનાં મોત



વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સાગાડોલ ગામ નજીક ગત મોડી રાત્રીના બે બાઈકો સામસામે ધડાકાભેર ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર સવાર એક યુવક ઉપર પટકાતા ઘાયલ થયો હતો. જયારે બાઈક સવાર બે યુવાનોના મોત નિપજયા હતા. આ ગોઝારા અકસ્માતમાં બે જુદા-જુદા ગામના યુવાનોના મોત થતાં પરિવાર સહિત ગામમાં દશેરાનો પર્વ માતમ માં છવાઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા ના વેડપૂર ગામે રહેતો નિલેશ કુમાર રતનસિંહ ચૌહાણ ગત રાત્રીના હોસ્પિટલના કામ અર્થ ઘરેથી મોટરસાયકલ લઇ નીકળ્યો હતો. નિલેશ વાઘોડિયાના સાગાડોલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સાગાડોલ ગામનો યતીન કુમાર રાજેન્દ્ર મકવાણા પણ મોટરસાયક્લ પર સામેથી આવતા બને મોટરસાયકલો સામસામે ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થયેલ નિલેશ અને યતીનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે બાઈક પર સવાર અન્ય એક યુવક ઇર્જાગ્રસ્ત થયો હતો. ગત મોડી રાત્રી દરમિયાન ગોઝારો અકસ્માત સર્જાતા આસપાસથી લોક ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતની ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોના પરિવારજનો ને અકસ્માત અંગે જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના સાગાડોલ તેમજ વેડપૂર ગામના યુવાન ના મોત નિપજતા બને ગામમાં અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ દશેરા માતમમાં છવાયો હતો.

Most Popular

To Top