Vadodara

શહેરના વડસર કંસ્ટ્રકશન સાઇટ પર યુવક ને સર્પે દંશ દેતાં સારવાર હેઠળ

શહેરના વડસર ગામે યોગી કન્સ્ટ્રકશન સાઇટ પર યુવકને સાપે દંશ દેતાં યુવકને સારવાર અર્થે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વડસર ગામે રાજુભાઇ રાયસીંગભાઇ પટેલ નામનો 30 વર્ષીય યુવકને યોગી નામન્થા કંસ્ટ્રકશન સાઇટ પર ગત તા. 24સપ્ટેમ્બરે બપોરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ જાંઘના ભાગે સર્પે દંશ દેતાં તે યુવકને ઇમરજન્સી 108 મારફતે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ યુવક સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં ખાસ કરીને સરિસૃપ જીવો પોતાનું રહેઠાણ કે જમીનમાં દર બનાવીને વસવાટ કરતાં હોય છે ત્યાં દરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં નવા રહેણાંક સ્થળની શોધમાં માનવવસવાટ તથા અન્ય સ્થળોએ આવી ચઢતાં હોય છે. શહેરમાં ગત મહિને આવેલા પુર બાદ અનેક સ્થળોએથી આવા સરિસૃપ તથા જળચર જીવો જોવા મળી રહ્યાં છે જેમાં ઘણાં સરિસૃપ અને જળચર જીવોના રેસ્કયુ કરવામાં આવ્યા છે પરંતુ હજી પણ સરિસૃપ તથા જળચર જીવો બહાર આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જે ઘણીવાર લોકો માટે જોખમી પણ બની રહ્યાં છે.

Most Popular

To Top