1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે વખતે અમરસિંહ ચૌધરી રાજયના ગૃહમંત્રી હતા.
માધવસિંહ સોલંકીની સરકારી મશીનરીની ચઢામણીથી ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટી વસતી ધરાવતી ઠાકોર, દરબારો અને કોળી કોમો બળમાં આવી ગઇ હતી. એટલે આ કોમોએ કણબીઓ તથા અન્ય ઉજળીયાત કોમોને રંજાડવાનું શરૂ કર્યું હતું. ખેતરોમાં પડેલા ઘાસનાં પૂળા સળગાવવામાં આવતા હતા. કેટલાક ગામોમાં ખેડૂત લોકોના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા.
એમનાં ઢોર ઢાંખર ચોરી જવામાં આવતા હતા. ભોગ બનાર ઉજળિયાતોની ફરિયાદો પોલીસ ખાતુ લેવા તૈયાર નહોતું. આમ ઉજળિયાત કોમોએ તે વખતે ખામ જાતિના લોકોનો ભારે અત્યાચાર સહન કર્યો હતો.
છેવટે તોફાનો વધી જતાં માધવસિંહને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ઉજળિયાત લોકો તથા ખેડૂતો આ ઘટનાને આજે પણ ભૂલ્યા નથી.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.