વડોદરા, તા.
શહેરના ટ્રાફિકના સુચારુ સંચાલન માટે 28 જંકશન પર નવા સિગ્નલ નાખવાની અને 42 સિગ્નલને અપડેટ કરવાની યોજના બનાવવામાં આવી છે.
શહેરમાં હયાત /નવિન ટ્રાફીક સિગ્નલની કામગીરી માટે સલાહકાર તરીકે નીમણુક પામેલાને પ્રોજેક્ટ કોસ્ટના ૧.૭૫% મુજબ આપેલા હુકમની નાણાકીય મર્યાદા રૂ.૧૦ લાખથી વધારી રૂ.૨૫ લાખ કરવામાં આવશે.
શહેરનાં વિસ્તારમાં નવા ગામોનો સમાવેશ થતાં શહેરના વિસ્તારમાં વધારો થયો છે. શહેરનાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણમાં વધારો થયો છે. જેથી શહેરમાં સામેલ નવા ત્રણ રસ્તાનાં /ચાર રસ્તાનાં જંક્શનો ખાતે નવા ટ્રાફિક સીગ્નલ લગાડવાની જરૂરીયાત ઊભી થઈ છે. શહેરનાં જુદાં-જુદાં જંક્શનો ખાતે ટ્રાફિક સીગ્નલની ટ્રાફિકની ડેન્સીટી મુજબ ડિઝાઈન થાય તે ખુબ જરૂરી છે.
શહેરનાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણને નિયંત્રીત કરવા માટે જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો / ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક સિગ્નલ લગાડવાની જરૂરીયાત છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પેટે IT ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો / ચાર રસ્તાના જંકશનો ઉપર નવીન સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ લગાડવાની તથા તેની હાલમાં નિભાવણીની કામગીરી કરવામાં આવે છે
ટ્રાફિક સિગ્નલમાં વિવિધ કામગીરીનું આયોજન હાથ ધરવું જરૂરી જણાય છે. નવિન સમાવિષ્ટ વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ વડોદરા શહેરના અભીપ્રાય મુજબ નવિન સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા તથા તેનુ Comprehensive Maintenance કરવાનું રહે છે. જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો / ચાર રસ્તાના જંકશનો ઉપરના હયાત ટ્રાફીક સિગ્નલમાં જરૂરી અપગ્રેસેશન કરવાનું કામ તથા તેનુ કોમ્પ્રે હેન્સિવ મેન્ટેનન્સ કરવાનું કામ, જંકશનો ઉપરના સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ કાર્યરત છે જેનું મેન્ટેનન્સનું કામ જુન 2024માં પુર્ણ થતુ હોઇ આગામી સમય માટે મેન્ટેનન્સ કરવાનું કામ, ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા તથા તેની નિભાવણીની કામગીરી માટે અંદાજીત રૂ.૫ લાખ પ્રોજેક્ટ કોસ્ટ થવાની શક્યતા મુજબ સલાહકારની નિમણુંક કરવાના કામે રૂ.૧૦ લાખનો અંદાજ તૈયાર કરી કામની જાહેરાત આપી ભાવપત્રો મંગાવતા લોએસ્ટ ઇજારદારનુ ભાવપત્રક પ્રોજેક્ટ કોસ્ટના ૧.૭૫% મુજબ આવ્યું હતું.
શહેરના જુદા-જુદા 3 રસ્તાના જંકશનો / ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક પોલીસ સાથે જરૂરી સંકલન કરી તેઓના સુચવ્યા મુજબના ૨૮ જંકશન ખાતે નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે સલાહકાર પાસે અંદાજ તથા DPR બનાવડાવતા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે ઇલ્યુમિનેટેડ પોલ, સ્માર્ટ કંટ્રોલર મુજબ શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો / ચાર રસ્તાના જંકશનો ઉપર નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા (૨૮ જંકશન), હયાત જુના ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા (૪૨ જંકશન) તથા તેની ૫ વર્ષ માટે (૭૦ જંકશન) નિભાવણીની કામગીરી માટેનો DPR મુજબ અંદાજ રૂ ૧૩૨૬૯૭૩૦૨ (પ્રોજેક્ટ કોસ્ટ) સલાહકાર દ્વારા રજુ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના 28 જંકશન પર નવા ટ્રાફિક સિગ્નલ લાગશે, 42 જંકશન પર સિગ્નલ અપડેટ કરાશે
By
Posted on