સુરત: ધ કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આંકડાકીય વિશ્લેષણ(Statistical analysis) સાથે ફેસબુક(Facebook) ઉપર પોસ્ટ(Post) મુક્યા પછી ૨૨ જેટલા અજાણ્યા(Unknown) ઇસમો દ્વારા ગેર સંસદીય ભાષામાં(Unparliamentary language) ગંદી ગાળો(Bad Words) કોમેન્ટમાં(Comment) લખવામાં આવી હતી. આ ઇસમો સામે સામાજિક કાર્યકર્તાOSocial Worker) સંજય ઇઝાવા દ્વારા અડાજણ પોલીસ અને પોલીસ કમિશ્નરશ્રી પાસે ફરિયાદ(Complaint) કરવામાં આવેલ હતી. જુન(June) મહિનામાં બનેલી આ ઘટનામાં ૩ મહિના પછી પણ FIR નોધીને તપાસ શરૂ ન થતા સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ અધિકારી(Higher Authority) એવા DGP અને પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી(Police Complaint Authority) સુધી ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હતું. અંતે સંજયભાઈ કોર્ટના(Court) શરણે પહોચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર ગંદી ગાળો કોમેન્ટમાં લખનાર ઇસમોની ઓળખાણ મળી શકે તેમ હોવા છતાં પોલીસએ આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. માટે અરજદાર દ્વારા ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં સંજય ઇઝાવાના ફોલોવેર્સ અને અન્ય વ્યક્તિઓ પણ એમની ઘણી પોસ્ટ અંગે સપોર્ટમાં અને વિરોધમાં કોમેન્ટ કરતાં હોય છે. પણ આ વખતે “ધ કેરલા સ્ટોરી” ને લગતી પોસ્ટમાં બિન સંસદીય ભાષામાં અન્ય સમાજને ઉશ્કેરાઈ તેમ, નગ્નતા ધરાવતા, અન્ય વાચકોને શરમમાં મુકે તેવી કોમેન્ટ અને ફોટો સાથેની કોમેન્ટ કરીને કાયદાઓનો ભંગ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કલમોનો ભંગ જણાઈ આવેલ છે.
- A. Indian Penal Code, 1980 :-
I. Section 354A,
II. Section 503
III. Section 509
IV. Section 292
V. Section 298
VI. Section 354A
VII. Section 354D
VIII. Section 499 - B. Information Technology Act, 2000:-
I. Section 66E
II. Section 67
III. Section 67A
છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતા વકીલ હર્ષા એસ.પટેલ.(હારેજા ) હસ્તક ફરિયાદ દાખલ કર્યા પછી સુરત એડી.સિવિલ જજ તથા જ્યુડી. મેજી. ફાસ્ટ ક્લાસ સુરત દ્વારા નીચે મુજબ હુકમ કરવામાં આવેલ હતા.
“ફરિયાદીની ફરિયાદ જોતા એ ફલિત થાય છે કે આ ગુના સંબંધે પોલીસ તપાસ ચાલુ હોય. એજ ગુના સંબંધે અલગ-અલગ તપાસ ચાલુ રાખવી વ્યાજબી કે ન્યાયી નથી. આથી હાલની ફરિયાદીની કાર્યવાહી ક્રિમીનલ પ્રો.સી. કોડની કલમ ૨૧૦ અન્વયે સ્થગિત કરી પોલીસ ઇન્સ્પેકટર બી.એ.ભટ્ટને આદેશ આપવામાં આવે છે કે ફરિયાદીની ફરિયાદની તપાસ હાલ કયા તબક્કે છે તેની તાત્કાલિક આ કોર્ટને લેખિત જાણ કરવી આને આ આદેશ મળ્યાનાં દિન ૩૦મા તપાસ પૂર્ણ કરી રીપોર્ટ અથવા ચાર્જશીટ રજુ કરવી. સદર અરજીને ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર પાડવાનો હુકમ કરવામાં આવે છે.”
આવનાર તા. ૨૭.૧૦.૨૦૨૩ ના રોજ હવે અડાજણ પોલીસ દ્વારા આ અંગે રીપોર્ટ રજુ કરશે.