Sports

ગ્લેન મેક્સવેલની ફિટનેસ પર આપ્યું મોટું અપડેટ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના નિવેદન બાદ RCBનું ટેન્શન વધ્યું

નવી દિલ્હી: 31 માર્ચ 2023થી આઈપીએલ (IPL 2023) શરૂ થવા જઈ રહી છે, માત્ર એક અઠવાડિયાથી પણ ઓછો સમય જ બાકી છે. ત્યારે ઘણી ટીમો પોતાના મુખ્ય ખેલાડીઓની ઈજાના (Injured) કારણે ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. ઘણા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને ઘણાની ફિટનેસ પર સસ્પેન્સ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પહેલાથી જ જોશ હેઝલવુડની નોન-ફિટનેસથી પરેશાન છે. ત્યારે આ સાથે જ સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની (Glenn Maxwell) ફિટનેસ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ ભારત વિરૂદ્ધ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમ્યા બાદ મેક્સવેલને છેલ્લી બે મેચમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરે પોતાની ફિટનેસ પર પોતાનું નિવેદન આપ્યું છે. જેના કારણે RCBનું ટેન્શન વધી શકે છે.

ગ્લેન મેક્સવેલે શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભલે તેના ડાબા પગની ઈજા હવે સારી થઈ ગઈ હોય, પરંતુ તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં હજુ સમય લાગી શકે છે. તેણે કહ્યું છે કે સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં ઘણા મહિનાઓ લાગશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ બાદ ગ્લેન એક પાર્ટીમાં ગયો હતો જ્યાં તે લપસીને પડી ગયો હતો અને તેના ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ ગ્લેને ઓપરેશન કરાવવું પડ્યું. તેણે ભારત સામેની વનડે સિરીઝમાં પુનરાગમન કર્યું હતું, જો કે છેલ્લી બે વનડેમાંથી પણ તે બહાર થઈ ગયો હતો. હવે તે આઈપીએલમાં રમવા માટે તૈયાર છે.

આરસીબીનું ટેન્શન વધશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારી કરી રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, મારો પગ હવે સારો છે પરંતુ હજી તેને સંપૂર્ણ સારા થવામાં ઘણા મહિનાઓ લાગશે. હું 100 ટકા ફિટ છું. 34 વર્ષીય ખેલાડીએ વધુમાં કહ્યું કે તેને આશા છે કે તે RCB માટે IPLમાં તેની ભૂમિકા ભજવી શકશે. તેણે કહ્યું કે, મને આશા છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મારો પગ સારો જ રહેશે અને હું મારી ભૂમિકા નિભાવી શકીશ. તેણે ચોક્કસપણે ફિટ રહેવાની વાત કરી છે, પરંતુ તેના નિવેદને ક્યાંકને ક્યાંક RCBની ચિંતા વધારી દીધી છે. કારણ કે તે પ્રથમ વનડેથી જ બહાર છે અને તે તાલીમમાં કેટલો આરામદાયક લાગે છે તે મેચના દિવસે જ ખબર પડશે. RCBને તેની પ્રથમ મેચ 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે.

આરસીબી ની સંપૂર્ણ સ્ક્વોડ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરાંગા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, રજત પાટીદાર, અનુજ રાવત, આકાશ દીપ, જોશ હેઝલવુડ (ઈજાગ્રસ્ત), મહિપાલ લોમરોર, ફિન એલન, સુયશ પ્રભુદેસાઈ, કર્ણ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ડેવિડ વિલી, રીસ ટોપ્લે, હિમાંશુ શર્મા, મનોજ ભાંડગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, સોનુ યાદવ, માઈકલ બ્રેસવેલ.

Most Popular

To Top