Business

CBIએ ABG શિપયાર્ડના ચેરમેન ઋષિ અગ્રવાલની 22,000 કરોડની બેંક છેતરપિંડી બદલ ધરપકડ કરી

સીબીઆઈના (CBI) એક સૂત્રના જણાવ્યા અનુસાર સીબીઆઈએ સુરત સ્થિત એબીજી શિપયાર્ડના (ABG Shipyard) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલની બેંક ફ્રોડમાં (Bank Fraud) 22,842 કરોડ રૂપિયાની 28 બેંકોના કન્સોર્ટિયમની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે. સીબીઆઈએ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન અગ્રવાલ અને અન્યો સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપસર કેસ નોંધ્યો હતો.

કંપનીને ICICI બેંકની આગેવાની હેઠળની 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓ તરફથી ક્રેડિટ સુવિધાઓ આપવામાં આવી હતી. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવેલી રૂ. 2,468.51 કરોડની લોનનો સમાવેશ થાય છે. ઓડિટર સેવા પ્રદાતા અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ફોરેન્સિક ઓડિટમાં ખુલાસો થયો હતો કે 2012 અને 2017 ની વચ્ચે આરોપીઓએ એકબીજાની સાથે મળીને ભંડોળનો દુરુપયોગ અને ફોજદારી ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોનની રકમનો ઉપયોગ તે હેતુઓ માટે કરવામાં આવ્યો ન હતો જેના માટે તે બેંકો દ્વારા બહાર પાડવામાં આવી હતી.

કોલસા કૌભાંડ: CBIએ 10 વર્ષની તપાસ બાદ RPG ઈન્ડસ્ટ્રીઝ અને અન્યો સામે કેસ નોંધ્યો
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 10 વર્ષની લાંબી તપાસ બાદ RPG ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ કોલસા કૌભાંડના સંબંધમાં નવી FIR નોંધી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળમાં 1993 થી 1995 દરમિયાન સરીસાટોલી, તારા અને દેવચા પચમી બ્લોકની 27 વર્ષ જૂની ફાળવણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાના સંબંધમાં RPG ઇન્ડસ્ટ્રીઝ લિ., RPG એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને CESC લિમિટેડ સામે કેસ નોંધ્યો છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ 19 સપ્ટેમ્બર 2012ના રોજ કોંગ્રેસના સાંસદ સંદીપ દીક્ષિત અને અન્ય છ સાંસદોની ફરિયાદને ટાંકી હતી. ફરિયાદમાં 1993-2004 દરમિયાન 24 કોલ બ્લોક્સની ફાળવણીમાં કથિત અનિયમિતતાની તપાસની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ 26 સપ્ટેમ્બર 2012ના રોજ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

CBIએ આક્ષેપ કર્યો હતો કે RPG ઈન્ડસ્ટ્રીઝે મે 1995માં રાજસ્થાનના ધૌલપુરમાં એક પ્રોજેક્ટ માટે મહાન બ્લોકની માંગણી કરીને બે અલગ-અલગ મંજૂરીઓ જોડી હતી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીઓએ કોલ બ્લોકની ફાળવણી માટે સૂચિત પાવર પ્લાન્ટની માલિકી/વિકાસ/ઓપરેશન વિશે ખોટી માહિતી આપી હતી. એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું હતું કે પ્લાન્ટ આરપીજી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવશે, જ્યારે અન્ય સ્થળોએ એવું કહેવામાં આવ્યું હતું કે તેને CESC દ્વારા વિકસાવવામાં આવશે.

Most Popular

To Top