સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર આગ લાગવાના બનાવો વથાવત રહેવા પામ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિસ્તારોમાં આવેલા કારખાના, ગોડાઉનો તેમજ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. દરમિયાન મોડી રાત્રે ગભેણી ખાતે ચિંદી અને વેસ્ટેજમાં આગ લાગી ગઈ હતી. ચીંદી અને વેસ્ટેજના મોટા પ્રમાણમાં જથ્થો હોવાને લીધે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ભીષણ આગ ઉપર કાબુ મેળવવા જહેમત હાથ ધરી હતી. એટલું જ નહીં આગ ઉપર કાબુ મેળવવા પાંચ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો જયારે સવાર સુધી કુલિંગની કામગીરી ચાલી રહી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગભેણી ગામ ખાતે આવેલ લલિતા ચોકડી પાસે ચિંદી તેમજ વેસ્ટેજ ભંગાર સહિતના ગોડાઉનો આવેલા છે. દરમિયાન મોડી રાત્રે અહીં ચિંદી વેસ્ટેજના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એટલું નહીં દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાવવા લાગી હતી તેમજ ઊંચે સુધી જવાળાઓ ઉઠવા લાગી હતી.
ચિંદી અને વેસ્ટેજને કારણે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ, મજુરા,ભીમરાડ, ડિંડોલી, માનદરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો પટના સ્થળે પહોંચ્યો હતો અને ભીષણ આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના જવાનો દવારા તમામ પ્રાસવો સાથે સતત પાણી મારો ચલાવવામાં આવ્યો હતો, જયારે બીજી સ્થાળ પર લોકોની ભારે ભીડ પણ જામી ગઈ હતી, જેથી વ્યવસ્થાઓ સાચવવા માટે પોલીસ પણ ત્યાં પહોંચી હતી. જયારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેતમ તેમજ પાંચ કલાકથી પણ વધુ સમય ભાદ ભીષણ આગને કાબુમાં કરવામાં આવી હતી જોકે ચિંદી અને વેસ્ટેજને કારણે રાતભર અને આજે સવાર સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગને કારણે મોટા પ્રમાણમાં ચિંદી અને વેસ્ટેજનો જથ્થો બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
