વડોદરા : પોલીસ કમિશનર સમશેરસિંહ દારૂના દૈત્યને ડામવા ભલે ગમે તેટલા કડક કાયદા અમલમાં મૂકે પણ તેમનો પોલીસ સ્ટાફ ગુનાહિત પ્રવ્રુત્તિઓમા થી જ ફાયદા ઉઠાવતા હોય તેમ આવા ઇસમો પાસેથી મોટી રકમના હપ્તા લઇને કેટલી હદે આખ મિચામણા કરે છે તેના દાખલા રૂપે બનેલો શરમ જનક બનાવ આજે ઉઘાડે છોગ કાલિદાસની ચાલીમાં બન્યો હતો. વિશ્વામિત્રી સ્ટેશન નજીક ગુજરાત ટ્રેકટર સામે આવેલ મહાલક્ષ્મી મેડિકલ પાસે આવેલ કાલિદાસની ચાલીમાં રહેતા નૈનેશ લક્ષ્મણભાઈ ઠાકોર અને તેનો પરીવારે એવા આક્ષેપ કર્યા હતા કે મહીલા બૂટલેગરો અને તેના પરિવાર જનોના રોષનો ભોગ બન્યા હતા.
આજે બપોરે એક લબર મૂછીયો કિશોર દારુ લેવા દેશી દારૂનો વેપલો કરતી બૂટલેગર પ્રવિણાના ઘર પાસે આટા ફેરા મારતો હોવાથી ઇજાગ્રસ્તએ ટપાર્યો હતો. એકાએક ઉશ્કેરાયેલાં કિશોરે ગાળો બોલતા બૂટલેગરો નો પરીવાર ધસી આવ્યો હતો. જોતજોતાંમાં ગાળો બોલતુ ટોળુ ઉશ્કેરાઇને પત્થરમારો કરતા નાસભાગ મચી ગઇ હતી. ટોળામાં થી અજાણ્યાં ઈસમો એ લાકડીઓ વડે હૂમલો કરી ને નૈનેશ ના માથામાં ફટકા મારતાં ધટના સ્થળે જ ફસડાઈ પડ્યો હતો. જો કે તેના પરીવાર જનો બચાવ અર્થે દોડી આવ્યા હતા અને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા પોલિસ પણ ઘટના સ્થળ પર દોડી હતી.