National

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી કોરોનાની ઝપેટમાં

બિહાર: બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(Chief Minister) નીતિશ કુમાર(Nitish Kumar) ફરી એકવાર કોરોના( Corona positive)ની ઝપેટમાં આવી ગયા છે. ત્યારબાદ તેઓ જાતે જ હોમ આઇસોલેશન થઇ ગયા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ સીએમ કોરોના સંક્રમિત થયા હતા. જોકે હાલ તેઓની તબિયત સારી છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં બિહારના ઘણા રાજનેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી(Pm Modi)ની પટના મુલાકાત પહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેના કારણે તેઓ પીએમના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ, રેણુ દેવી, શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરી, લેસી સિંહ વગેરે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જો કે તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે.

મુખ્યમંત્રી બે-ત્રણ દિવસથી નાદુરસ્ત હતા
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મુખ્યમંત્રી બે-ત્રણ દિવસથી નાદુરસ્ત હતા. નીતિશ કુમારને છેલ્લા કેટલાક દિવસોથી તાવ હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવના કારણે સીએમ નીતિશે સાવચેતીના પગલારૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે લોકો બે દિવસથી તેઓના સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમની તપાસ કરાવી લે.

તબિયત ખરાબ હોવાને કારણે દિલ્હી જઈ શક્યા ન હતા
તમન જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહમાં સીએમ સોમવારે દિલ્હી ગયા ન હતા. આ અંગે અનેક ચર્ચાઓ થઈ હતી. ત્યારે જેડીયુ સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહે તે જરૂરી નથી. તેઓ પ્રાથમિકતા મુજબ કામ ઠીક કરે છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે દિલ્હી કેમ ન જઈ શક્યા. સીએમ નીતીશ કુમારના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા બાદ તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ તેમજ વિવિધ પાર્ટીઓના નેતાઓએ તેમના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

દેશમાં કોરોનાના 14830 નવા કેસ
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાથી સંક્રમણના 14830 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે કોરોનાના નવા કેસોમાં આગલા દિવસની સરખામણીમાં લગભગ 12.1 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડ 39 લાખ 20 હજાર 451 પર પહોંચી ગઈ છે.

Most Popular

To Top