Dakshin Gujarat Main

24 કલાકમાં પલસાણામાં 9, બારડોલીમાં 7 અને વ્યારામાં 6 ઈંચ વરસાદ, હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી

સુરત: ગુજરાતમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી વચ્ચે મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના (Tapi) વ્યારમાં (Vyara) 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં હજી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદી-તળાવોમાં પાણીનું જળસ્તર વધ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ કેટલી નદી ગાંડૂતૂર બની છે. માંગરોળના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે. સિયાલજ, વેલછા, મોટા બરસોડા, નાની પારડી વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયાં છે. જેના કારણે આગળ નવા સૂચનો કરવામાં આવ્યાં છે.

ઉપરવાસ વરસાદના પગલે નદી-તળાવો છલકાઈ ગયા છે. જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા પલસાણા તાલુકાના 6 મુખ્ય માર્ગો બંધ કરવા પડ્યા છે. પલસાણા તાલુકામાં રોઝ-વેનું લેવલ ઓવરટેપીંગના કારણે બંધ કરવાની ફરજ પડી છે.

બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 6.9 ઈંચ વરસાદ ખાબક્યો
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. બારડોલી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 177 એમ.એમ વરસાદ ખાબક્યો છે. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે બારડોલી-મોતાને જોડતા માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ થઈ જતાં તેને ધક્કો મારી બહાર કાઢવા પડ્યા હતા. હાલ બારડોલીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 206 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાંથી સૌથી વધુ તાપીના વ્યારામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં પલસાણામાં 9 બારડોલીમાં 7, મહુવા-માંડવીમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.

આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર 16 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટના રોજ આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્ય્કત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top