Gujarat

રાજ્યમાં 48 ટકા બિલ્ડિંગો પાસે ફાયર સેફટી નથી : સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું

રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં 48 ટકા બિલ્ડિંગો પાસે ફાયર સેફટી ઓનઓસી નથી. આગાઉ રાજ્ય સરકાર દ્વારા અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં અમદાવાદમાં ૨૦૦૦થી વધુ બિલ્ડિંગોમાં ફાયર સેફટી એનઓસી નહીં હોવાની રજૂઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા ફાયરસેફ્ટી કડક અમલવારી થાય તે માટે સરકારે સોગંદનામું પણ બહાર પાડ્યું છે, તેમજ તેનો અમલ નહીં કરવા બદલ કેટલીક સ્કૂલ, હોસ્પિટલો, તેમજ કોમર્શિયલ કોમ્પલેક્સો સીલ કરવામાં આવ્યા છે. તો કેટલાકના ગટર કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયરસેફ્ટીના ઉપકરણો માટે એજન્સીઓ પૂરતી નથી, તથા ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે નિષ્ણાત લેબરોની સંખ્યા પણ ઓછી હોવાની રજૂઆત સરકારે કરી હતી.

Most Popular

To Top