Vadodara

વિવિધ પક્ષમાંથી 33 ઉમેદવારી ફોર્મ રજૂ કરાયાં

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો લાગ્યો છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય પક્ષો તેમજ અપક્ષો દ્વારા 33 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.અત્યાર સુધીમાં કુલ 97 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર અત્યાર સુધીમાં ઉમેદવારો દ્વારા 97 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે ત્રણ વિધાનસભા બેઠકો પર ફોર્મ ભરાયા ન હતા તેવી બેઠકો પર પણ આજે ફોર્મ ભરવાનું ખાતું ખૂલ્યું હતું.ગઇકાલે વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી માટે તારીખ 14ના રોજ 17 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં અને બીજા દિવસે તા.15ના રોજ વધુ 47 ફોર્મ ભરાયા હતાં.

જ્યારે બુધવારે 47 ફોર્મ ભરાયા હતા.કલેક્ટર કચેરીમાં માંજલપુર, રાવપુરા અને અકોટા બેઠકના ચૂંટણી અધિકારીઓની કચેરી આવેલી હોવાથી કોઠી કચેરી કમ્પાઉન્ડમાં ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમટી પડયા હતાં. અગાઉ રાવપુરા બેઠક પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.આ ઉપરાંત માંજલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોધાવી હતી. જ્યારે સયાજીગંજ બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યા હતાં. જ્યારે ગુરુવારે 33 ફોર્મ ભરાયા હતા.જેથી અત્યાર સુધીમાં કુલ 97 ફોર્મ ભરાયા છે.

Most Popular

To Top