SURAT

14 વર્ષનો છોકરો ભાવનગરથી પરિણીતાને સુરત ભગાડી લાવ્યો, પછી થયું આવું…

સુરત (Surat): સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના કતારગામ (Katargam) પોલીસ (Police) મથકમાં એક 14 વર્ષના બાળકના (14 years Old Boy) અપહરણની (Kidnap) ફરિયાદ (Complaint) દાખલ થઈ છે, પરંતુ તે બાળક ગૂમ થયો તે પહેલાંની હકીકત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. ખરેખર બન્યું એવું કે 14 વર્ષની સગીર વયનો બાળક ભાવનગરથી (Bhavnagar) એક પરિણીત સ્ત્રીને (Married Women) ભગાડી લાવ્યો હતો. તે પરિણીતાની શોધખોળમાં આવેલા બે યુવકો આ બાળકને ક્યાંક લઈ ગયા હોવાની કેફિયત તેના પરિવારજનોએ પોલીસને જણાવી છે. હાલ કતારગામ પોલીસ બાળકને શોધી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હીરાના કારખાનામાં કામ કરતો 14 વર્ષિય હિતેશ (નામ બદલ્યુ છે) થોડા સમય પહેલા જ સુરતમાં આવ્યો હતો અને પોતાના મોટાભાઇની સાથે હીરાના કારખાનામાં જ રહેતો હતો. ગત તા. 9મી જૂલાઇના રોજ હિતેશ કારખાનામાં હતો ત્યારે બે યુવકો ત્યાં આવ્યા હતા અને હિતેશને લઇને ચાલ્યા ગયા હતા. હિતેશનો મોટાભાઇ જમીને પરત આવ્યો ત્યારે તેને હિતેશ વિશે પુછપરછ કરી હતી.

આ દરમિયાન કારખાનામાં હાજર એક વ્યક્તિએ હિતેશને કોઇ બે લોકો લઇ ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હિતેશના મોટાભાઇએ મજાક સમજીને કોઇ ધ્યાન આપ્યું ન હતું. રાત્રીના 12 વાગવા છતાં પણ હિતેશનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હિતેશે ભાવનગરમાં રહેતી એક પરિણીત સ્ત્રીને ભગાડીને સુરત લઇ આવ્યો હતો. આ અંગે મહિલાના પરિવારને જાણ થતા તેઓ સુરત આવ્યા હતા અને પોતાની પુત્રીની શોધખોળ કરવા માટે હિતેશનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. હાલ તો પોલીસે મહિલાના મોબાઇલ નંબર, હિતેશનો મોબાઇલ નંબરને ટ્રેસ કરીને તેઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

કતારગામની બે બાળકી સાથે અડપલા કરનાર યુવાનને 3 વર્ષની સજા
સુરત : કતારગામમાં ગઇ તા. 10-7-2019ના રોજ એક સોસાયટીમાં રહેતી 9 વર્ષિય બે બાળકીઓ અન્ય બાળકો સાથે સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી ત્યારે મોટર સાઇકલ લઇને આવેલા એક યુવાને બાળકીઓ સાથે અડપલા કરી ભાગી ગયો હતો સોસાયટીના ગેટ પાસે લાગેલા સોસાયટીમાં દેખાતા મોટર સાઇકલના ચાલક વિરૂધ્ધ નંબરને આધારે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે આરોપી કિર્તીકુમાર પરષોત્તમ પુંભડીયા (ઉ.વ.29, રહે. ગંગોત્રીનગર, મહેતા નગરની પાછળ, તેજાણી હોસ્પિટલ રોડ, સિંગણપોર તરણકુંડ)ની ધરપકડ કરી હતી. આ કેસની આજે કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ જીતેન્દ્ર પારડીવાળાએ હાજર રહી આરોપીને કડક સજાની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ કિર્તીકુમાર પુંભડીયાને 3 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો.

Most Popular

To Top