National

દેશમાં ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શન દરરોજ 100 કરોડને પાર

દેશમાં ટોલ કલેક્શન ફાસ્ટેગ દ્વારા રેકોર્ડ બ્રેકિંગ સ્તરે પહોંચ્યું હતું. હવે ફાસ્ટેગ દ્વારા દરરોજ 100 કરોડથી વધુનું ટોલ કલેક્શન થઈ રહ્યું છે. આ માહિતી નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા આપવામાં આવી છે.

એનએચએઆઈએ શુક્રવારે જણાવ્યું હતું કે, ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શન આ અઠવાડિયે 100 કરોડ રૂપિયાથી વધુ થયું છે. 25 ફેબ્રુઆરીએ ફાસ્ટેગ દ્વારા 103.94 કરોડનું ટોલ કલેક્શન ભેગું થયું હતું. જે ફાસ્ટેગ દ્વારા અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ કલેક્શન 64.5 લાખ ટ્રાન્ઝેક્શન દ્વારા થયું છે.

એનએચએઆઈએ જણાવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના ટ્રાન્ઝેક્શનમાં 20%નો વધારો થયો છે. તેમજ, ફાસ્ટેગના માધ્યમે ટોલ કલેક્શનમાં 27%ની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા બે અઠવાડિયામાં ફાસ્ટેગના અંદાજિત 20 લાખ નવા યુઝર જોડાયા છે. હવે દેશમાં ફાસ્ટેગ યુઝરની કુલ સંખ્યા 28 મિલિયન થઈ ગઈ છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફાસ્ટેગ દ્વારા 16 ફેબ્રુઆરીથી ટોલ કલેક્શન ફરજિયાત બનાવ્યું હતું. હવે, ફાસ્ટેગ વિના ટોલ પાર કરવા પર યુઝરે ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top