Top News

સંયુક્ત રાષ્ટ્રમંચમાં કાશ્મીરનો રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતે આપ્યો આ જડબાતોડ જવાબ

અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક નેતાઓ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આતંકવાદીઓની (Terrorist) યજમાની બદલ પાકિસ્તાન (Pakistan) પર ચારેકોરથી ફીટકાર વરસાવીમાં આવી રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મંચ પર ભારત સામે આંગળી ચીંધવાનો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) એક નીમ્નકક્ષાનો પ્રયાસ કર્યો હતો, જે ઊંધો પડ્યો હતો. ભારતની ફર્સ્ટ સેક્રેટરીએ એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે કાશ્મીર માંગનારા પાકિસ્તાનની હાલત કોઈને મોંઢું બતાવવા લાયક રહી નહોતી.

ઓસામા બિન લાદેનનું નામ લઇને ભારતે વિશ્વ સામે પાકિસ્તાનની પોલ ખોલી નાખી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચનો ઉપયોગ ભારત (India) વિરૂદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં કર્યો હતો પણ તેનો આ દાંવ ઉંધો પડી ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે રાઇટ ટૂ રિપ્લાય હેઠળ જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર મંચનો પાકિસ્તાને હંમેશા ખોટો ઉપયોગ કર્યો છે. ઓસામા બિન લાદેનનું (Osama Bin Laden) નામ લઇને ભારતે વિશ્વ સામે પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી કે કેવી રીતે આતંકનો આકા આતંકવાદનું સમર્થન કરતો રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આજે સવારે ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને વર્ચુઅલી સંબોધિત કર્યુ હતુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યુ કે પાક શાંતિ ઇચ્છે છે અને કાશ્મીર વિવાદનું (Kashmir controversy) સમાધાનથી જ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થશે.

પાકિસ્તાન વિશ્વનું ધ્યાન પોતાના દેશની તે સ્થિતિથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે

રાઇટ ટૂ રિપ્લાય હેઠળ ભારત તરફથી ઇમરાન ખાનના ભાષણ પર જવાબ આપતા ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ (India First Secretory Sneha Dubey) કહ્યુ કે અફસોસની વાત આ છે કે આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનના નેતા મારા દેશ વિરૂદ્ધ ખોટા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા મંચનો દુરઉપયોગ કર્યો છે. તે વિશ્વનું ધ્યાન પોતાના દેશની તે સ્થિતિથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યા આતંકવાદી ફ્રી પાસનો આનંદ ઉઠાવે છે. જ્યારે સામાન્ય લોકો, વિશેષ રીતે લઘુમતી સમુદાયના લોકોનું જીવન ત્યા ઉંધુ થઇ જાય છે, તેમના ઉપર અત્યાચાર થાય છે.

પાકિસ્તાન પાસે પ્રતિબંધિત આતંકવાદીઓની યજમાની કરવાનો અપમાનજનક રેકોર્ડ છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સંબોધનના રાઇટ ટૂ રિપ્લાયમાં ભારતે કહ્યુ કે પાકિસ્તાન ખુલ્લી રીતે આતંકવાદીઓનું સમર્થન કરવા અને તેમણે હથિયાર આપવા માટે વિશ્વ સ્તર પર જાણીતુ છે. ભારતે આગળ કહ્યુ કે પાકિસ્તાન પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓની સૌથી મોટી સંખ્યાની યજમાની કરવાનો અપમાનજનક રેકોર્ડ છે. ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ આગળ કહ્યુ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને રહેશે. જેમાં તે પણ ક્ષેત્ર સામેલ છે જે પાકિસ્તાનના કબજામાં છે. અમે પાકિસ્તાનને તે ગેરકાયદેસર કબજા (POk) વાળા તમામ ક્ષેત્રને તુરંત ખાલી કરવા માટે કહીએ છીએ.

Most Popular

To Top