Charchapatra

આવનારા પાંચ વર્ષનું સુરત જુદું હશે

સુરત દિવસ ને રાત બઢતીના પંથે આગળ વધી રહ્યું છે. પાંચ વર્ષની અંદર દેશમાં આગવા સ્થાન પર પહોંચશે. એકસાથે અનેક પ્રોજેકટ પર કામ ચાલુ છે. સુરતની સાથે સુરતમાં રહેતા સુરતીઓની ખ્યાતી વધશે. મેટ્રો રેલ પ્રોજેકટ સુરતનું કદ વધશે. સુરતની આજુબાજુ એકસપ્રેસવે વડોદરા અને મુંબઇ બંને તરફ આનાથી સુરતને એક વેપાર-ધંધા રોજગાર એક ફલક પર લઇ જશે. બુલેટ ટ્રેન સુરતની રફતારને ગતિ આપશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે જાપાનની કંપનીને સાથે કરાર થઇ ગયો છે અને કામ ચાલુ છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન, તાપી રીવર ફ્રન્ટ એક ફરવા માટેનું સ્થળ અને વહેતી તાપી પણ ભાટા સુધી લહેરાતી રહેશે. 90 કિલોમીટરનો આઉટર રીંગરોડ ગામડાને નજીક લાવશે અને આસપાસની જમીનના ભાવ વધશે. ડ્રીમ સીટી પ્રોજેકટ એક વિશ્વના દર પર હીરાના ઉદ્યોગને ચમકતો કરી નાખશે. હીરાનો વેપાર એક દોડ પકડશે. સુરત રેલ્વે સ્ટેશન અને પાલિકાભવન એ બધા પ્રોજેકટ સુરતના ચાર ચાંદ લગાવી દેશે. આ આપણી સુરતની લાઇફસ્ટાઇલને બદલી નાખશે.
સુરત – તૃષાર શાહ-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top