Vadodara

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ

ગુજરાતની ૪ વંદે ભારત ટ્રેનોમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ સત્રો યોજાયા

વડોદરામાં ૫૦થી વધુ સ્થળોએ ૧૫,૦૦૦થી વધુ લોકોએ આર્ટ ઓફ લિવિંગ સાથે યોગાભ્યાસ કર્યો

૨૧ જૂન, ૨૦૨૬, વડોદરા

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા ૪૫ વર્ષથી વિશ્વભરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. આજે યોગના અભ્યાસથી થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભોથી સમગ્ર વિશ્વ પરિચિત છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના દરેક ખૂણામાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક અનોખી પહેલ નિમિત્તે, આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતમાંથી સંચાલિત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરો અને રેલવે કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

તદુપરાંત, આ અવસરે વડોદરા શહેરમાં વડોદરા પોલીસના ૧,૫૦૦થી વધુ પોલીસકર્મીઓએ આર્ટ ઓફ લિવિંગના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા શારીરિક સ્ફૂર્તિ, માનસિક શાંતિ અને તણાવમુક્ત જીવનશૈલીનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તદુપરાંત વડોદરા તથા આસપાસના જિલ્લાઓમાં આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા સરકારી સંસ્થાઓ જેમકે પોલીસ હેડક્વાર્ટર્સ અને જી.એસ.ટી. ભવન , વિવિધ શાળાઓ, કોલેજો, ઓફિસો, કોર્પોરેટ સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, બેંકો અને જાહેર ઉદ્યાનો સહિત ૫૦થી વધુ સ્થળોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના વિશાળ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ૧૫,૦૦૦થી વધુ લોકોએ યોગાભ્યાસનો લાભ લીધો જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

યોગના મહત્વ વિશે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે, “યોગ તમને પડકારોનો સામનો કરવા માટે ઊર્જા અને સ્થિતિસ્થાપકતા આપે છે. આજે જ્યારે વિશ્વ ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ જ તેનો અત્યંત જરૂરી અને અસરકારક ઉપચારરૂપ જવાબ છે.” ગુરુદેવની આ પ્રેરણાદાયી વિચારધારાથી પ્રેરિત થઈ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી દ્વારા હજારો લોકોએ સ્વસ્થ, ખુશહાલ અને તણાવમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો અને સમાજમાં આરોગ્ય, સુખાકારી તથા માનસિક શાંતિનો સંદેશ વ્યાપક રીતે પ્રસરાવ્યો.

Most Popular

To Top