World

અમેરિકામાં મગરના પેટમાંથી મળી આ કિંમતી વસ્તુઓ, જોતા જ ચોંકી જશો

નવી દિલ્હી: અમેરિકાના (America) નેબ્રાસ્કામાં (Nebraska) એક મગરના પેટમાંથી 70 સિક્કા મળી આવ્યા છે. આ 36 વર્ષનો સફેદ મગર છે. ઓમાહા ઝૂ (Omaha Zoo) અને એક્વેરિયમમાં મગરની (Crocodile) નિયમિત તપાસ દરમિયાન આ સિક્કા મળ્યા હતા.

  • અમેરિકાના નેબ્રાસ્કામાં એક મગરના પેટમાંથી 70 સિક્કા મળ્યા
  • ઓમાહા ઝૂ અને એક્વેરિયમની ધટના
  • ઝૂએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર માહિતી શેર કરી
  • મગરના પેટમાંથી 70થી વધુ સિક્કાઓ મળ્યા
  • હાલ મગરની હાલત સારી હોવાનું સામે આવ્યું છે

ઝૂએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ (Instagram page) પર આ સમાચાર શેર કર્યા છે. આ પોસ્ટે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઝૂએ ત્રણ તસવીરો શેર કરી છે. જેમાંથી બે ફોટા મગરના છે. જ્યારે એક ચિત્રમાં તેના પેટમાંથી સિક્કા નીકળતા દેખાય છે.

પ્રાણી સંગ્રહાલયે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, ‘અમારા પશુચિકિત્સકોએ પ્રાણી સંગ્રહાલયના મગરના પેટમાં કેટલીક ધાતુની વસ્તુઓ શોધી કાઢી છે. 36 વર્ષીય લ્યુસિસ્ટિક અમેરિકન મગર થિબોડૉક્સને કોઈ સમસ્યા થાય તે પહેલાં આ વસ્તુઓને દૂર કરવા માટે એક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. તેમજ ટીમે 70 યુએસ સિક્કાઓ મેળવ્યા હતા.

પ્રાણી સંગ્રહાલયના પશુચિકિત્સક ક્રિસ્ટીના પ્લગે પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે ‘મગરને આપવામાં આવેલી તાલીમની મદદથી મગર સૌપ્રથમ એનેસ્થેટીસ કરવામાં આવ્યો હતો. જેથી અમે પ્રક્રિયા દરમિયાન તેને સુરક્ષિત રાખી શકીએ. તેના મોંને સુરક્ષિત રાખવા અને સિક્કા સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોને સુરક્ષિત રીતે દાખલ કરવા માટે પ્લાસ્ટિકની પાઇપ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. જેથી આ વસ્તુઓ સરળતાથી બહાર કાઢી શકાય.

આ પોસ્ટ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. પોસ્ટ કર્યા બાદ તેને લગભગ 5,000થી વધુ લાઇક્સ અને ઘણી ટિપ્પણીઓ મળી છે. તેમજ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે કહ્યું, ‘આ ખુશીની વાત છે કે મગર હવે સારી હાલતમાં છે.’ અન્ય યુઝરે કહ્યુ હતું કે, ‘ આ ખૂબ જ સારું કામ છે! હું આશા રાખું છું કે આવું ફરીથી ન થાય.’

Most Popular

To Top