SURAT

‘ભરવાડને કેમ માલ દેતા નથી’, કહી લંબેહનુમાન રોડની દુકાનમાંથી ચપ્પુની અણીએ બે તેલના ડબ્બા લૂંટયા

સુરત (Surat): એલએચ રોડ (LHRoad) પર એક વિચિત્ર ઘટના બની હતી, અહીં આવેલી કરિયાણાની દુકાનમાં (Provision Stores) બે જણા આવીને 5200ની કિંમતના બે તેલના (Oil) ડબ્બા ચપ્પુની (Knife) અણીએ લૂંટી (Robbery) ગયા હતા. અને બીજા દિવસે કરિયાણાનો વેપારી પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે બે જણા ફરી આવીને તેલના ડબ્બા મુકી ગયા હતા. અને જો પોલીસ ફરિયાદ કરી તો દુકાન સળગાવી નાંખવાની ધમકી આપી હતી.

  • બંને બુકાની પહેરીને આવ્યા હતા પણ બુકાની ખસી જતાં ઓળખાઈ ગયા
  • આથી બીજા દિવસે ડબ્બા મુકી ગયા અને જો પોલીસને જાણ કરી તો દુકાન પેટ્રોલ છાંટી સળગાવી નાખવા ધમકી આપતા ગયા

વરાછા એલએચ રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કેવલરામ લાલારામ ચૌધરી તેમના ઘરની નીચે આઈ માતા જનરલ સ્ટોર નામથી કરીયાણાની દુકાન ચલાવે છે. ગત 15 ઓગસ્ટે રાત્રે એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં આવી શટર અંદરથી બંધ કરી કાઉન્ટર પાસે આવ્યો હતો.

આવીને ભરવાડને કેમ તમે માલ દેતો નથી તેમ કહેતા કેવલરામે દુકાન લઈને બેઠા તો માલ તો આપવાના જ ને ભાઈ તેમ કહ્યું હતું. બાદમાં તેને ચપ્પુ કાઢીને હાથ પર મુક્યો હતો. તે વખતે બહારથી કેવલરામના છોકરાએ શટર ખોલી દેતા આ અજાણ્યાએ ચપ્પુ મારવા પ્રયાસ કર્યો હતો. અને ત્યારે તેને બે તેલના ડબ્બા લાવવા માટે કહ્યું અને બહાર અન્ય એક બુકાનીધારી ઉભો હતો.

દરમિયાન તેના મોઢાનો રૂમાલ ખસી જતા તે રાણા દેવા સાટીયા હોવાની ઓળખ થઈ હતી. જ્યારે બીજો રીકિત ઉર્ફે વિક્કી પ્રવિણ સાંગાણી હતો. કેવલરામ ગભરાઈને તેની દુકાનની સામે આવેલી તેની સાળાની દુકાનમાં ભાગવા ગયો ત્યારે બાજુમાં ડોક્ટરના દવાખાનામાં આવેલા બાથરૂમમાં ઘુસી ગયો હતો. અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. અને બાદમાં તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બીજા દિવસે તેલના ડબ્બા મુકીને ગયા
કેવલરામ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે તેમની પત્ની દુકાને હતી. તે વખતે વીકી સાંગાણી અને એક અજાણ્યો પોતે રાણાદેવનો ભાઈ હોવાનું કહ્યું હતું. તેઓ આવીને તેલના ડબ્બા પરત મુકી ગયા છીએ જો પોલીસ ફરિયાદ કરી તો 500 રૂપિયાનું પેટ્રોલ લાવીને દુકાન સળગાવી દઈશ જીવતા નહીં રહેવા દઈશ તેવી ધમકી આપી ગયા હતા.

Most Popular

To Top