Columns

મચ્છરોના ત્રાસથી કયારે છુટકારો મળશે?

વડોદરા: વડોદરા શહેરમાં એક તરફ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરવામાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે.ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ન્યુ વીઆઇપી રોડ સિદ્ધેશ્વર હાર્મોનીમાં રહેતા લોકો ઉભરાતી ગટરોને કારણે સર્જાયેલા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે અમને ક્યારે મચ્છરોના ત્રાસથી આઝાદી મળશે તેવા આક્ષેપો સાથે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે વધુ એક વખત પૂર્વ વિસ્તારના નાગરિકોએ નારાજગી દર્શાવી હતી.શહેરના સયાજીપુરા ટાઉનશીપની પાછળના વિસ્તારમાં આવેલ ન્યુ વીઆઇપી રોડ સિદ્ધેશ્વર હાર્મોનિમાં રહેતા રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.નજીકમાં આવેલા મોટા ખેતરમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી ફરી વળતા વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાયો છે.

અસહ્ય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ઘરે ઘરે નાના બાળકો સહિત વૃદ્ધો રોગચાળામાં સપડાયા છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર વોર્ડ નંબર ચાર ની કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે વિસ્તારના કાઉન્સિલર અજીતભાઈ ને પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા તંત્રના પાપે સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. એક તરફ પાલિકા તંત્ર આઝાદીની ઉજવણી કરવા માટે વ્યસ્ત બન્યું છે.તો બીજી તરફ સીધેશ્વર હાર્મોનિમાં રહેતા રહીશો મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પાલિકા તંત્રના બહેરા કાને રજૂઆત નહીં પહોંચતા આજે વિસ્તારના રહીશોએ એકત્ર થઈ ભર નિંદ્રા માણી રહેલા પાલિકા તંત્રને જગાડવા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પાલિકાના પાપે બાળકો પણ બિમાર, ઘરે ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ
ગંદકીના કારણે એટલું બધું પ્રદૂષણ ફેલાયું છે વોર્ડ નંબર ચારની કચેરીમાં ચારથી પાંચ વખત લેખિતમાં અરજી આપી છે છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની સાફ-સફાઈ કે દવાનો છંટકાવ કરવામાં નથી આવ્યો.યોગ્ય નિરાકરણ આવ્યું નથી. નાના બાળકો પણ બીમાર પડ્યા છે. -નરેન્દ્ર શર્મા, સ્થાનિક

Most Popular

To Top