Vadodara

કાળા વાયરોના સંપર્કમાં પાણી આવતા તે કાળું બનીને ઘરના નળમાં આવે છે: ચેરમેન

વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વકરી છે. શહેરના દંતેશ્વર વણકર વાસ વચલુ ફળિયું અને છેલ્લા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું આવું મળી રહ્યું છે. દુષિત પાણી અને ગંદકીને લઈને લોકોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. અસંખ્ય મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો ખરેખર શહેરમાં થતી કામગીરીનું પરિણામ જોવું હોય તો ચોમાસાની ઋતુમાં ખબર પડે છે કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા કેટલા કામો થયા અને કેટલા કામો બાકી છે. શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના સ્લમ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં નથી આવતું. આ વિસ્તારમાં રહેનાર લોકો સામે અન્યાય થઈ રહ્યો છે પાણી માટે પૈસા ખર્ચવા માટે લોકો મજબૂર બન્યા છે.

મહાનગર પાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા રોડ , રસ્તા અને પાણી પાલિકા આપી શકતી નથી. શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત પાણી શહેરના નાગરિકો પીવાનો વારો આવી રહ્યા છે અને વેરો ભરવા છતાં પણ વેરાનું વળતર નાગરિકોને મળતું નથી. નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પીવા માટે રૂપિયા ખર્ચીને પાણીનો જગ મંગાવવાનો વારો આવે છે જોકે શહેરના નાગરિકો નહીં પરંતુ મહાનગર પાલિકાની કચેરી અધિકારીઓ-પદાઅધિકારીઓ પીવાનું પાણી માટે જગ મગાવે છે. અને નાગરિકોને દુષિત અને ગંદુ જીવડા વાળુ પાણી પીવડાવે છે.

વીજળીના આવા ગેરકાયદેસર કનેકશનો કાપવાની શરૂઆત કરી છે
શહેરમાં દુષિત પાણી આવવાની સમસ્યાની ફરિયાદો ઘણા વિસ્તારોમાંથી મળે છે. દુષિત પાણી મામલે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા લોકો ગેરકાદેસર ઇલેક્ટ્રિક કનેકશન લેતા હોય છે. અને તેમાં વપરાતા કાળા વાયરોના ખોદકામ વખતે પાણીની પાઇપ લાઈન તૂટી જાય છે. અને આ કાળા વાયરોના સંપર્કમાં પાણી આવતા તે કાળું બની ને ઘરના નળમાં આવે છે. જેને આપણે દુષિત પાણી કહીએ છે. આવા કનેકશનો બહાર આવ્યા છે જેને કાપી નાખવાની ઝુંબેશ શરૂ છે. જ્યાં થી પણ ફરિયાદ આવે છે. તેના નિરાકરણ માટે પ્રયત્ન કરાય છે. – ડો. હિતેન્દ્ર પટેલ સ્થાયી ચેરમેન

સસ્પેન્ડ-બ્લેક લિસ્ટ કરાયેલા કોન્ટ્રાકટર સાથે ગોઠવણ કરીને ફરજ પર પાછા લેવામાં આવે છે
શહેરને જે કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટ્રક્શન કંપની અને રાજકમલ બિલ્ડરે વડોદરા શહેરને દુષિત અને ગંદુ પાણી પીવડાવ્યું હતું તેમાં મે 2019 માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ પૂજા કન્સ્ટ્રકશન કંપનીને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી હતી અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે રાજકમલ બિલ્ડર્સ અને 3 વર્ષ માટે બ્લેક લિસ્ટ અને ૫૦ લાખની પેનલ્ટી લેવામાં આવી હતી. જોકે ફરી પાલિકા દ્વારા તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. શું ગુજરાતમાં કોઈ સક્ષમ કોન્ટ્રાક્ટર નથી. શું કારણ છે કે પાલિકાને બ્લેક લિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરને કામ આપવું પડે છે.

Most Popular

To Top