Gujarat

ઉત્તરાયણમાં કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અમદાવાદ: ઉત્તરાયણનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓમાં પવન કેવો રહેશે કઈ દિશામાં રહેશે તેવા સવાલોની ચર્ચા થવા લાગે છે. ત્યારે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 12મી તારીખની આસપાસ હવામાનમાં મોટો પલટો જોવા મળે તેવી શક્યતા છે. તેમજ ઉત્તરાયણનાં દિવસેઠંડા પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. 14 જાન્યુઆરી પછી વાતાવરણમાં ઠંડક જોવા મળશે તેવી સંભાવના છે. તેમજ તા. 16થી 21 સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે. પવનની ગતિ પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની રહેશે. રાજ્યમાં હાલમાં ઠંડીમાં ઘટાડો થયો છે.

કમોસમી વરસાદની આગાહી
અંબાલાલની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના ભાગોમાં ઠંડીનો માહોલ રહેશે. તો 16થી 21 જાન્યુઆરીસુધમાં રાજયમાં વાતાવરણમાં પલટા સાથે માવઠાની પણ આગાહી કરી છે. કમોસમી વરસાદને લીધે હવામાનમાં પલટો આવી શકે છે અને માવઠું થશે તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઇ જશે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. મકરસંક્રાંતિનો આ તહેવાર સૌથી વધુ ગુજરાતમાં માનવવામાં આવે છે. જેને લઇને પતંગ ખરીદવા માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. બજારમાં ખાસ અલગ – અલગ થીમ પર બનાવવામાં આવેલા પતંગોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

રાજ્યમાં ફરીથી ઠંડી વધી, નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું
ગાંધીનગર: રાજયમાં આજથી ફરીથી ઠંડીનું જોર વધ્યું છે. જયારે આગામી 48 કલાક પછી રાજયમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી નીચે ઉતરી જશે તેવી હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. ઉત્તર ભારતમાં હિમાલયની તળેટીના રાજયોમાં થઈ રહેલી હિમ વર્ષાના પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ફરીથી રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. ચારથી પાંચ દિવસ માટે રાજયમાં ઠંડીમાં રાહત રહેવા સાથે આજથી ફરીથી ઠંડી શરૂ થઈ જવા પામી છે. ખાસ કરીને કચ્છમાં નલિયામાં 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલા કેન્દ્રિય હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 14 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિગ્રી , અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top