Charchapatra

ભ્રષ્ટ તોલમાપ ખાતું શું કરે છે?

ઇલેક્ટ્રોનિક ત્રાજવાના આ યુગમાં પણ આપવા લેવાનાં કાટલાં અલગ રાખતી સંસ્થાઓ છે અને તોલમાપની સરકારી કચેરી તેની તપાસ કરે છે અને કાર્યવાહી કરે છે પણ કેટલીક સંસ્થાઓ છડેચોક મનમાની કરે છે અને તોલમાપ કચેરી તેનું કંઈ બગાડી શકતી નથી. આપણે વાત કરવાની છે સરકારની, અર્ધ સરકારી સંસ્થાઓની અને એવી જાહેર વહીવટની બીજી સંસ્થાઓની જે નાગરિકો પાસે લેણા પૈસાની બાબતમાં પઠાણી ઉઘરાણી કરી 18% ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ચડાવી શકે એવી રીતે પૈસા માંગીને દેણદારની મિલકત હરાજી કરવાની કાર્યવાહી પણ કરે છે પરંતુ આવી સંસ્થાઓએ જ્યારે નાગરિકને પૈસા આપવાના હોય ત્યારે પેલો ખડુસ કારકુન કેવો નફ્ફટ થઇ કહેતો હોય છે:

તમારો પેમેન્ટ ઓર્ડર હજી આવ્યો નથી. સાહેબે સહી કરી નથી ! કેમ?! આવી જાહેર સંસ્થાઓએ નાગરિકોને આપવાના પૈસા પર ભાગ્યે જ વ્યાજ ચૂકવવાનું થાય છે સિવાય કે નાગરિક કોર્ટમાં જઈને હુકમ લઈ આવે તો. પણ નાગરિક માટે એવું કરવા જતાં સોના કરતાં ઘડામણ મોંઘી થાય અને પોતાને લેવાના પૈસામાંથી 40 થી 50% લાંચ આપીને પણ તે બાકીના પૈસા પાછા લઈને ઘરે જાય છે. આવા આપવા લેવાનાં અલગ કાંટલાં સામે કેમ કોઈ ઉપાય નથી?! સરકાર બદલાય છે પણ હરામીઓ તો એના એ જ રહે છે. કોઈ કોઈ કર્મચારી પૈસા ખાતાં પકડાય અને ઘરે બેસે તેવા કિસ્સા બહુ ઓછા બને છે બાકી હરામીઓનો મહાસાગર ઘટતો નથી. છે કોઈ ઉપાય?!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશી રજવાડાઓ આંતરિક ખટપટોના ભોગ બન્યા
વિદેશી હકુમતોએ વ્યાપારના નામે ભારતમાં કોઠીઓ સ્થાપી, મહમહ સા હતો. દરેક રાજયોમાં પોતાના પોલિટીકલ એજન્ટો નિમવા ઐયાશ રાજાઓને શરાબ, સુંદરીના મુજરામાં ડુબેલા રાખ્યા. આનો લાભ પોર્ટુગીઝો, ડચ અને ફ્રેન્ચ પ્રજાએ ઉઠાવ્યો. કિંમતી જણશો ભેટ સોગાદ રૂપી ઘરભેગી કરી. લશ્કરને વિદેશી તાલીમ આપવામાં આવી. નાના મોટા રજવાડાઓ સામ્રાજયવાદી અને વિસ્તૃતિકરણમાં અંગ્રેજોનો સાથ લીધો. રજવાડાઓમાં પોતાના જ ગદ્દાર અમીચંદોએ જ ભાગીને આર્થિક અને માનસિક ગુલામ બનાવી મોહતાજ કર્યો.
સુરત              – અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top