Gujarat

જગન્નાથ યાત્રા નીકળશે કે કેમ તે અંગે નિતિન પટેલે શું કહ્યું?

આજે અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા (Rathyatra) પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા (Jalyatra) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પણ હાજર રહ્યાં હતાં. આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રનો સાબરમતીનાં પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. હવે બપોર બાદ ભગવાન ભાઇ અને બહેન સાથે પોતાના મોસાળ જશે. આ મહોત્સવમાં નીતિન પટેલે રથયાત્રા નીકળશે તેવો અંદેશો આપતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું.

શહેરના ગંધ્રપવાડા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું મંદિર (Jagannath Temple) આવેલું છે, અષાઢી બીજ નજીક આવી રહી છે અને મંદિરમાં તૈયારીઓ થઈ રહી છે, ભગવાન જગન્નાથજીના મંદિરમાં રંગરોગાન અને લાઈટીંગ કરવામાં આવી રહ્યા છે, ભાવિકો દર્શન કરવા માટે આવે તો તેમના માટે સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) અને માસ્ક પહેરવા સહીના સૂચનો કરતાં સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા છે.

જૂનાગઢમાં અષાઢી બીજ (Ashadhi Bij) ના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને રથયાત્રા (Rathyatra) રદ થતી હતી હવે છુટછાટ મળી છે ત્યારે મંદિર સમિતિ દ્વારા રથયાત્રા માટેની તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. જો તંત્ર દ્વારા રથયાત્રા માટે મંજૂરી મળશે તો નિયમ મુજબ રથયાત્રા (Rathyatra) નીકળશે અને જો મંજૂરી નહીં મળે તો નિજ મંદિરમાં પરંપરા અનુસાર સેવાપૂજા અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી રથયાત્રા માટેના ત્રણ એક્શન પ્લાન તૈયાર રાખ્યા છે. પ્લાન એ મુજબ વર્ષોની પરંપરા અનુસાર ચાલુ વર્ષે રથયાત્રા ત્રણેય રથ, 18 હાથી, 101 ટ્રક, 18 ભજન મંડળી અને 30 અખાડા સાથે નીકળે તો તે માટે પોલીસને તૈયાર રહેવા સૂચના અપાઈ છે.

જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે તેવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે. આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે તેવા દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.

Most Popular

To Top