National

વાયરસ હાજર છે અને મ્યુટેન્ટની શક્યતા છે, આપણે સજ્જ રહેવાની જરૂર છે : વડાપ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ( pm narendra modi) આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ( covid 19) ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઇમાં આ શરૂઆત એક અગત્યનું આગામી પગલું છે. વડા પ્રધાને ચેતવ્યા હતા કે વાયરસ હાજર છે અને એના મ્યુટેશન-ગુણવિકારની શક્યતા પણ રહેલી છે. મહામારીની બીજી લહેરે સ્પષ્ટ કર્યું કે વાયરસ આપણી સમક્ષ કેવા પ્રકારના પડકારો રજૂ કરી શકે છે. આ પડકારોને પહોંચી વળવા દેશે સજ્જ રહેવાની જરૂર છે અને એક લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સની તાલીમ એ દિશામાં એક પગલું છે.

વડા પ્રધાને આપણને યાદ અપાવ્યું હતું કે આ મહામારીએ વિશ્વના દરેક દેશ, સંસ્થા, સમાજ, પરિવાર અને વ્યક્તિની શક્તિની કસોટી કરી છે. એની સાથે જ, એણે આપણને વિજ્ઞાન, સરકાર, સમાજ, સંસ્થા કે વ્યક્તિ તરીકે આપણી ક્ષમતાઓ વિસ્તારવા પણ સચેત કર્યા છે. તમામ પ્રયાસોની વચ્ચે, કૌશલ્યબદ્ધ માનવબળ નિર્ણાયક છે. આના માટે અને કોરોના યોદ્ધાઓના હાલના દળને ટેકો આપવા, એક લાખ યુવાનોને તાલીમ અપાઇ રહી છે. આ તાલીમ બે-ત્રણ મહિનામાં પૂરી થશે.વડા પ્રધાને કહ્યું હતું કે, આપણી વસ્તીના કદને જોતા, આરોગ્ય ક્ષેત્રમાં તબીબો, નર્સો અને પેરામેડિક્સની સંખ્યા વધારતા રહેવાનું જરૂરી છે.


આ સાથે સાથે ભારતમાં કોરોના ( corona) ની ત્રીજી લહેર ( third wave) ઑક્ટોબર સુધીમાં ત્રાટકવાની શક્યતા છે અને એ વધારે સારી રીતે નિયંત્રિત હશે તેમ છતાં કમ સે કમ એક વર્ષ સુધી જાહેર આરોગ્યને ખતરો રહરહેશે એમ તબીબી નિષ્ણાતોનો રોઈટર્સનો પોલ જણાવે છે.રોઇટર્સે જૂન 3-17 દરમ્યાન વિશ્વના 40 જેટલા હેલ્થકેર સ્પેશિયાલિસ્ટ્સ, તબીબો, વૈજ્ઞાનિકો, વાયરોલોજિસ્ટ્સ, એપિડેમિલોજિસ્ટ્સ અને પ્રોફેસર્સનો સ્નેપ સર્વે કર્યો હતો. એ મુજબ રસીકરણમાં નોંધપાત્ર વધારો નવા રોગચાળા સામે કઈક રક્ષણ પૂરું પાડે એવી શક્યતા છે.
આગાહી કરવાનું સાહસ કરનારામાંથી 85% નિષ્ણાતો, એટલે કે 24માંથી 21 જણાએ કહ્યું કે આગામી લહેર ઑક્ટોબર સુધીમાં ત્રાટકશે. ત્રણ જણાએ ઑગસ્ટ અને 12 જણાએ સપ્ટેમ્બરમાં આવવાની આગાહી કરી હતી. બાકીના ત્રણે કહ્યું કે નવેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે આવશે.
પરંતુ આ નિષ્ણાતોના લગભગ 70% એટલે કે 34માંથી 24 જણાએ કહ્યું કે કોઇ પણ નવી લહેરને હાલના કરતા વધારે સારી રીતે નિયંત્રિત કરી શકાશે.

Most Popular

To Top