Dakshin Gujarat

બે મિત્રો રિક્શામાં શાક માર્કેટ ખરીદી કરવા ગયા અને રિક્શા ડિવાઈડર સાથે ભટકાતા મિત્રને મોત મળ્યું

વાપી: (Vapi) વાપી હાઈવે નજીક આવેલા શાકભાજી માર્કેટમાં (Vegetable Market) ખરીદી કરવા માટે સેલવાસની ચાલીમાં રહેતા બે યુપીવાસી મિત્ર ટેમ્પો રિક્ષા (Rikhaw) લઈને આવતા હતા. તે દરમિયાન રિક્ષાચાલક યુવકને ઝોકું આવી જતાં રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે અકસ્માતમાં (Accident) રિક્ષામાં સવાર બંને લોકો પટકાયા હતાં. જે બે પૈકી રિક્ષામાં બેઠેલા આધેડ મિત્રને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને તરત જ 108 એમ્બ્યુ.માં ચલા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ રિક્ષા ચાલક યુવકે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.

  • વાપી હાઈવે પર રિક્ષા ચાલકને ઝોકું આવ્યું અને મિત્ર આધેડને મોત મળ્યું
  • રિક્ષા ડિવાઈડર સાથે અથડાતા સવાર બંને પટકાતાં આધેડનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સેલવાસમાં ચાલીમાં રાજેન્દ્રસીંગ ઈન્દ્રચાલસીંગ અને તેનો મિત્ર કમલેશસીંગ મનીરામસીંગ ઠાકુર (ઉં.આ.52) રહે છે. તેઓ વાપીથી જથ્થાબંધ શાકભાજી ખરીદી સેલવાસમાં છૂટકમાં વેચાણ કરે છે. બંને મિત્ર સેલવાસથી ટેમ્પો રિક્ષા લઈને વાપી જીઆઈડીસી હાઈવેની બાજુમાં શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા માટે આવી રહ્યા હતાં. ટેમ્પો રિક્ષા રાજેન્દ્રસીંગ ચલાવી રહ્યો હતો અને તેની બાજુમાં મિત્ર કમલેશસીંગ બેઠો હતો.

તેઓ ટેમ્પો રીક્ષા લઈને વાપી ને.હા.નં.48 દમણગંગા નદીના બ્રિજ ઉતરતી વખતે ચાલકને ઊંઘ આવી ગઈ હતી અને રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં બંને જણા માર્ગ પર પડી ગયા હતાં. ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. જ્યારે આધેડ મિત્ર કમલેશસીંગને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયો હતો. જે બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને ચલા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ ટેમ્પો રીક્ષાચાલક રાજેન્દ્રસીંગે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.

કેરી બેડવા આવેલા મજૂરને શરીરે કોયલી કરડતા નાહવા પડ્યો, અને તળાવમાં ડૂબી ગયો
પારડી : પારડી તાલુકાના દસવાડા ગામે કેરી બેડવા આવેલા એક વ્યક્તિને કોયલી કરડતા શરીરે ખંજવાળ આવતા તે તળાવમાં નાહવા માટે જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું. કપરાડાના દાબખલ ગામે રહેતો ધાકલ પાંડુ ભુસારા (ઉંવ.50) જે આજરોજ પારડીના દસવાડા ગામે કેરી બેડવા મજૂરી કામ અર્થે આવ્યો હતો. તે દરમિયાન તેને શરીરે કોયલી કરડતા શરીરે ખંજવાળ આવતા ગામના તળાવમાં નાહવા માટે ગયો હતો. ત્યારે તેનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જેની જાણ ગ્રામજનોને થતા ધાકલ સાથે આવેલા અન્ય મજૂરોને કરી હતી. ઘટનાની જાણ ગામના ઉપસરપંચ બોની દેસાઈને કરતા તેઓ અને ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી મૃતકની લાશને પારડી સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top