Gujarat

વડોદરાની દેવાંશીએ “મિસ ઇન્ટરનેશનલ અમેરિકા-2023નો” ખિતાબ જીત્યો

નવી દિલ્હી: ગુજરાતના વડોદરામાં જન્મેલી દીકરી દેવાંશી વ્યાસે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. 24 વર્ષની દેવાંશી મહિલા સશક્તીકરણનાં હિમાયતી છે. તે હાલ કેનેડામાં રહે છે. સિયેટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023 પેજન્ટ યોજાઈ હતી, જેમાં ઉત્તર અમેરિકાની આસપાસના 65 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં દેવાંશીએ મિસ ઇન્ટરનેશનલ અમેરિકા-2023નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. દેવાંશીને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ 1997 ડાયના હેડને મિસ ઇન્ટરનેશનલ અમેરિકા-2023નો તાજ પહેરાવ્યો હતો.

દેવાંશીએ 2019માં મિસ કેનેડામાં ફાઇનાલિસ્ટ થઈ હતી અને ત્યાર બાદ તૈયારી પેજન્ટ કોચ મીનલ ડાઇક્રોઝ રાખી હતી. મિસ ઇન્ટરનેશનલ અમેરિકા-2023નો ખિતાબ પોતાના નામે કર્યા પછી દેવાંશીએ જણાવ્યું હતું કે તેનો હેતુ માત્ર આ પેજન્ટમાં ખિતાબ જીતવાનો જ ન હતો પણ તે મહિલાઓને તેમના અવાજનો ઉપયોગ કરવા અને સામાજિક દબાણ સામે પોતાના માટે ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરવા માટેનો હેતુ હતો. તેનો હેતુ વિશ્વ સમક્ષ સાબિત કરવાનો હતો કે કોઈપણ વ્યક્તિ જે પોતાના માટે આત્મવિશ્વાસ અને મહત્વકાંક્ષા ધરાવે છે તે વિજેતા કોઈ પણ ફિલ્ડમાં પોતાની ઓળખ ઉભી કરી શકે છે.

દેવાંશીએ કહ્યું કે જો સ્ત્રી પોતાના માટે ઊભી નહીં થાય તો દુનિયા તેની જીતવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતી રહેશે. એકવાર સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે તો તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે અને દરેક સ્ત્રી માટે અવાજ બની જાય છે. મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023 જીત્યા પછી દેવાંશી શાળાઓમાં મેન્ટરશિપ વર્કશોપ યોજવાની ઈચ્છા રાખે છે.

દેવાંશીનીનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. તે 1 વર્ષની હશેને તેના માતા પિતા સાથે દેવાંશી દુબઈ અને ત્યાર પછી કેનેડામાં સ્થાયી થઈ હતી. તે કેનેડામાં વેનકુવેર ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પાઇલટ તરીકે ફરજ બજાવી રહી છે. સાથે તેણે લો અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કર્યો છે. તેની ઈચ્છા ક્રિમિનોલોજીમાં માસ્ટર્સ કરવાની છે.

Most Popular

To Top