Vadodara

વડોદરા: શહેરના બે મોટા ગરબા આયોજનો સામે સનાતન હિન્દૂ સમિતિએ બાંયો ચઢાવી

 વડોદરા: નવરાત્રીનો (Navratri) તહેવાર આવવાનો છે ત્યારે વડોદરાના (Vadodara) બે મોટા આયોજનોમાં વિધર્મી લોકોને કામ આપવામાં આવ્યું છે. જેની સામે સનાતન હિન્દુ સમિતિએ (Hindu Samiti) વિરોધ વ્યક્ત કર્યો છે. અને આરોપ છે કે આ રીતે લવ જેહાદના કિસ્સા વધે છે.

નવરાત્રિ ઉત્સવ 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. અને હાલમાં તેની તૈયારીઓ મોટા પાયે ચાલી રહી છે. વડોદરાનો નવરાત્રીનો તહેવાર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે સનાતન હિન્દુ સમિતિએ બે મોટા આયોજનોમાં વિધર્મીઓને કામ આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વડોદરામાં રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલ હેરિટેજ ગરબાના આયોજન LVP – લક્ષ્મી વિલાસ પેલેસમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ મુંબઈની એક કંપનીને આપવામાં આવ્યું છે જેના માલિકનું નામ સરફરાઝ છે. અને VNF-વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં મંડપ નું કામ પણ એક વિધર્મીને સોંપવામાં આવ્યું છે. જેનો સનાતન હિન્દુ સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે. અને આજરોજ સનાતન હિન્દૂ સમિતિના પ્રમુખ ડો. જ્યોતિર્નાથ મહારાજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને પૂછપરછ પણ કરી હતી. તેઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આ અંગે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આવા કૃત્યો લવ જેહાદને નોંતરે છે
શહેરના બે મોટા આયોજનોમાં વિધર્મીઓને કામ સોંપવામાં આવ્યું છે જેની સામે અમારો વિરોધ છે. આવા કૃત્યો લવ જેહાદના બનાવોમાં વધારો કરે છે. નવરાત્રી દરમિયાન એક તરફ વિધર્મીઓને પ્રવેશ ન આપવામાં આવે તેમ જણાવવામાં આવે છે તો બીજી તરફ એજન્સીઓને કામ આપવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ તો ગરબા ગ્રાઉન્ડ ઉપર હાજર જ રહેવાના છે ને. શું સમગ્ર ભારતમાં મંડપ અને ઇવેન્ટનું કામ કરતા સનાતની લોકોની અછત છે? – ડો. જ્યોતિર્નાથ મહારાજ, પ્રમુખ સનાતન હિન્દૂ સમિતિ

ગરબા મહોત્સવના ફૂડ સ્ટોલના આરોગ્ય વિભાગના લાયસન્સ લેવા જરૂરી
વડોદરા શહેર વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગરબાનાં આયોજન સાથે વીવિધ ખાણી-પીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફુડ સ્ટોલ ધારકોએ પણ નીયમ મુજબ લાયસન્સ મેળવવાનું હોય છે. વડોદરા શહેરનાં તમામ ગરબા આયોજકોને સુચીત કરવામાં આવે છે કે જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફુડ બીઝનેશ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગની લાયસન્સ મેળવી લેવાનાં રહેશે. અન્યથા સ્ટોલ ધારકો તેમજ ગરબા આયોજકની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે માટે www.foscos.fssai.gov.in વેબસાઇટ ઉપર જઇ Apply for New License/Registration નાં પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યવાહી કરી લાયસન્સ મેળવી લેવાના લેવાના રહેશે. આ બાબતે કોઇ પણ તકલીફ પડે તો ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારની કચેરી, રૂમન: 01, ગ્રાઉન્ડ ફ્લોર, રસીકરણ વિભાગ ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ,વડોદરા મહાનગરપાલિકા નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Most Popular

To Top