Vadodara

વડોદરા મ્યુ.કમિશનર આકરા પાણીએ: ફાયરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ચાર ઇજનેરને કારણદર્શક નોટિસ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) કમિશનર દિલીપકુમાર રાણાએ ફાયર બ્રિગેડના (Fire Brigade) હવાલાના ચીફ ઓફિસર સહિત પાંચ ઇજનેરોને તેમની કામગીરીમાં અનુષ્કાળજી બદલ કારણદર્શક સૂચના (Notice) આપવામાં આવી છે જેથી ઇજનેરોમાં સોંપો પડી ગયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપકુમાર રાણાએ વહીવટી તંત્ર પર પકડ જમાવી રહ્યા છે અગાઉ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓને તો સમગ્ર સભામાં સ્પષ્ટ જવાબ આપી દીધા હતા ત્યારે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો હવે વહીવટી તંત્રમાં પણ તેમણે કામગીરીમાં નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ સામે કડક પગલાંભરવાની શરૂઆત કરી છે ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિત પાંચ ઇજનેરોને નોટિસ આપી છે. ફાયર બ્રિગેડના હવાલાના ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને મ્યુનિસિપલ કમિશનરે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનની હદમાં સાત ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકીના ઝડપથી વિકાસ પામી રહેલા ભાઈલી અને તેની આસપાસના વિસ્તારોના નાગરિકોને આવશ્યક સુવિધા મળી રહે તેને ધ્યાનમાં રાખી વાસણા ભાયલી રોડ પર નવીન ફાયર સ્ટેશનનું નિર્માણ કાર્ય અને સ્ટાફ ક્વોટર્સ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ફાયર બ્રિગેડના બાંધકામની કાર્યવાહી પૂર્ણ થતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિધાનસભાના દંડક થી લઈને મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્નિસમનની સેવાઓના વિભાગના વડા તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુચારુરૂપે પૂર્ણ થાય તે અંગેની જરૂરી કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા છો તેમજ તમારા તાબા હેઠળના કોઈ અધિકારી કર્મચારી હાજર રહ્યા નથી જે ઘણી ગંભીર બાબત છે. જેને ધ્યાનમાં રાખી દિન ત્રણમાં નિયમ અનુસાર ખુલાસો કરવાનો રહેશે.

એ જ પ્રમાણે પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય છે તેના સત્વરે નિકાલ માટે યોગ્ય તકેદારી રાખવા દર અઠવાડિયે ભરાતી સમીક્ષા બેઠકોમાં પણ જરૂરી સુચના આપવામાં આવી હતી. તેમ છતાં ભાઈલી વિસ્તારમાં સમન્વય વેસ્ટ ફિલ્ડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખી તમારી સામે કામગીરીમાં દાખવેલી બેદરકારી અને ઉદાસીનતા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગે જરૂરી સ્પષ્ટતા કરવાની રહેશે.ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પીને નોટિસ આપી જણાવ્યું છે કે જાંબુઆ ગામ તરફ જવાના રસ્તે વચ્ચોવચ આઠ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું અને ત્રણ ફૂટ ઊંચું ડ્રેનેજનું મેન હોલ બનાવવામાં આવ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ મેઈન હોલ લેવલ રોડથી સમાંતર ધોરણે કરવામાં આવતું હોય છે જેથી કરીને જાહેર માર્ગ પરથી પસાર થતાં નાગરિકોને અડચણ પડે નહીં પરંતુ 24 મીટરના મુખ્ય રસ્તા પર ડ્રેનેજનું મેન હોલ ત્રણ ફૂટ ઊંચું બનાવ્યું હોવાથી બે જવાબદારી પૂર્વક અને આ પ્રકારના સ્ટ્રકચરને વધુ ગંભીર રીતે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.ત્યારે આપના તરફથી યોગ્ય રીતે સુપરવિઝન કે નિયંત્રણ રાખ્યું નથી જે ગંભીર બાબત છે.

એ જ પ્રમાણે કાર્યપાલક ઇજનેર સ્ટ્રીટ લાઈટ વિભાગના ભરત રાણાને કારણ દર્શક નોટીસ આપી જણાવ્યું છે કે સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક સિગ્નલ જેવી આવશ્યક સેવાઓની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની જવાબદારી તમારી છે. તેમજ કોર્પોરેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે અને તેનું દૈનિક મોનિટરિંગ થાય તેની તકેદારી પણ રાખવાની રહે છે અને દર અઠવાડિયે મળતી સમીક્ષા બેઠકમાં પણ જરૂરી સુચના આપેલી છે. તેમ છતાં છાણી બ્રિજ ઉપરની સ્ટ્રીટ

તેમ જ યોગ નિકેતન રોડ અને છાણી તરફ જતા રોડની લાઈટો બંધ જોવા મળી હતી જેના કારણે રાત્રી દરમિયાન અવર-જવર કરવામાં નાગરિકોને હાલાકી સર્જાઇ હતી. આ બાબતને ધ્યાનમાં રાખી તમારી ઘણી અગત્યની કામગીરી બજાવવામાં ઉદાસની હતા દાખવેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે જેથી આ અંગે જરૂરી ખુલાસો કરવાનો રહેશે. પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 10 ના નાયબ કાર્યપાલક ઇજનેર નરેન્દ્ર રબારીને કમિશનરે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ઝોનમાં પાણી ગટર વ્યવસ્થા અને રોડ જેવી આવશ્યક સેવાઓ માટેની તમારી જવાબદારી રહેલી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાયા ને કારણે તેમજ તેની જરૂરી તકેદારી રાખવા દર અઠવાડિયે મળેલ હતી સમીક્ષા બેઠકમાં પણ સૂચનાઓ આપેલી છે. તેમ છતાં ભાઈલી વિસ્તારમાં સમન્વય વેસ્ટ ફિલ્ડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં લોકોને મુશ્કેલી પડી રહી છે જેમાં તમારી મહત્વની ફરજોમાં દાખવેલી બેદરકારી અને ઉદાસીનતા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગેની લેખિત સ્પષ્ટતા દિન ત્રણમાં કરવાની રહેશે.

Most Popular

To Top