Vadodara

વડોદરા મ્યુનિ.કમિશ્નરે અષાઢી બીજે 100 કર્મીઓને આપી બઢતીની ભેટ

વડોદરા: અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી. 100 જેટલા   જૂની. ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને  સીની.  ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આજરોજ બઢતી માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક સંવર્ગમાં પે. મેટ્રિક્સ રૂ 19900 થી 63200 માં ફરજ બજાવતા કર્મચારીઓને સિનિયર ક્લાર્ક સંવર્ગમાં પે મેટ્રિક્સ રૂ. 25,000 – 81,100 માં બઢતી આપવામાં આવી છે. પાલિકાના 100 જેટલા કર્મચારીઓની બઢતી થતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક તરફ નગરચર્યાએ નીકળી હતી તો બીજી તરફ મહાનગરપાલિકાના કર્મચારીઓને આ ભેટ મળતા તેઓએ ખુશહાલી વ્યક્ત કરી હતી. પાવન અવસરે જ કર્મચારીઓને બઢતી મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં આ કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી ભરતીની રાહ જોઈને બેઠા હતા અને તેઓની આતુરતાનો અંત આજે આવ્યો હતો પાલિકામાં હજુ પણ કેટલી ખાલી જગ્યાઓ પડી છે જેને પણ આગામી સમયમાં ભરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભૂતકાળમાં કટિબદ્ધતા બતાવવામાં આવી છે ત્યારે આગામી દિવસમાં આ ખાલી પડેલી જગ્યા ઉપર ભરવામાં આવશે તેમ લાગી રહ્યું છે

Most Popular

To Top