World

અમેરિકાએ આ દેશ પર કરી એર સ્ટ્રાઈક, 30 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

નવી દિલ્હી: અમેરિકાએ (America) આંકરવાદીઓ (terrorists) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકએ સોમાલિયાની (Somalia) રાજધાની પર એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. અમેરિકાએ સોમાલિયાની રાજધાની મોગાદિશુ (Mogadishu) પર મોટો હવાઈ હુમલો (air strike) કર્યો છે. જેમાં અલ શબાબ આતંકી સંગઠનના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. અમેરિકાના આફ્રિકન કમાન્ડ અનુસાર, અલ શબાબ સંગઠનના 100થી વધુ આતંકવાદીઓએ સોમાલિયાની સેના પર હુમલો કર્યો હતો. અમેરિકાએ સોમાલિયાના સૈનિકોની સુરક્ષા માટે આ હવાઈ હુમલો કર્યો છે, જેમાં અલ શબાબના બે ડઝનથી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.  

કહેવામાં આવી રહ્યું છે કે સોમાલિયાની સેનાએ અમેરિકા પાસે મદદ માંગી હતી. આ પછી અમેરિકાએ સોમાલિયાની સેના સાથે મળીને આતંકીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ ઘટના મધ્ય સોમાલિયાના ગલકાડ શહેરની છે. જે રાજધાની મોગાદિશુથી લગભગ 260 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. સોમાલિયાની સેનાએ કહ્યું કે તે 100થી વધુ અલ શબાબ આતંકવાદીઓ સામે લડી રહી છે. આ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલું છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકી સેનાની મદદ લેવામાં આવી હતી.

સોમાલિયાની સુરક્ષા માટે અમેરિકી સૈનિકો તૈનાત છે
યુનાઇટેડ સ્ટેટ્સે સોમાલિયામાં અલ-શબાબના આતંકવાદીઓ સામે લડવામાં સરકાર અને સૈન્યને મદદ કરવા માટે વર્ષોથી 500 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ અમેરિકન સૈનિકો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળથી સોમાલિયામાં તૈનાત છે. જો કે, બાદમાં ટ્રમ્પ સરકારે સ્થિતિને સામાન્ય ગણાવીને અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પના નિર્ણયને પલટીને સોમાલિયામાં ઓછામાં ઓછા 500 અમેરિકન સૈનિકોની તૈનાતી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જો બિડેને આ નિર્ણય ન લીધો હોત તો આજે અલ શબાબના આતંકવાદીઓ સોમાલીયન સેના પર કાબૂ મેળવી ચૂક્યા હોત.

અમેરિકાએ સોમાલિયામાં પર ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કરી
અમેરિકાએ સોમાલિયામાં અલ શબાબની હાજરીવાળા વિસ્તારોમાં ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. અત્યાર સુધીમાં અલગ-અલગ સર્જિકલ સ્ટ્રાઈકમાં અલ શબાબના ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. સોમાલિયાની સરકાર પણ આનાથી રાહતનો શ્વાસ લઈ રહી છે. અગાઉ નવેમ્બર 2022 માં, મોગાદિશુથી 285 કિમી ઉત્તર-પૂર્વમાં યુએસ આર્મી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય ડિસેમ્બરના અંતમાં પણ અલ શબાબના 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકન દળો માત્ર સોમાલિયાને આતંકવાદીઓથી બચાવવા માટે તૈનાત છે.

Most Popular

To Top