Charchapatra

અસ્પૃશ્યતા: માનવજાતનું કલંક

તાજેતરમાં સમાચારો આવ્યા કે એક ગામમાં દલિત ગણાતા એક યુવક પર રાજાને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ગામમાંથી વરઘોડો કાઢયો. આઝાદીના આટલા વર્ષો પછી પણ હિંદુ ધર્મમાં એક જાતને સહન કરવાનું.

આજે તો આ યુવાન ભણીગણીને આધુનિક પ્રવાહમાં ભળ્યો છે. અમે આ શરમજનક ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. માનવી ચંદ્ર ને મંગળ પર વસવાટ કરવાની તૈયારીમાં પડયો છે અને પૃથ્વી પર કાળા, ગોળા, શુદ્રનો ભેદભાવ ચાલુ જ છે.

આજે પણ કેટલાક અસામાજીક તત્વો નબળા ગણાયેલા વર્ગોને હેરાન-પરેશાન કરે છે. આ બધું દુ:ખદ છે અમને યાદ આવે છે 1952ની ઘટના. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીએ નાસિકના કલેકટરને મળવા વિચાર રજુ કર્યો. 200 તૈયાર થયા, અડધા અડધેથી જ પોબારા ભણી ગયા. રહયા પાંચ.

તેમને લઇને કલેકટરની કચેરીમાં જઇ બાબા સાહેબ તો તેમની સામે ખુરશીમાં બેસી ગયા પણ બીજા પાંચ ભાઇઓ જમીન પર નીચે બેસી ગયા ત્યારે બાબા સાહેબે કહયું કે મેં સર્વને સમાનતાનો અધિકાર બક્ષયો છે. અહીં હવે કોઇ ઉંચ નથી નીચ નથી. તમે પણ ખુરશીમાં બેસ. હું જોવા માંગું છું કે આપણા નવયુવાનો કલેકટરની ખુરશી પર બેસે.

પાછળથી પાંચ ભાઇઓનો એક પુત્ર ગ્રેજયુએટ થઇ આઇએએસ થઇ કલેકટર બન્યો પણ ખરો. ન્યાયાધીશો, તંત્રીશ્રીઓ, બૌધ્ધિક તટસ્થ, નિર્ભિક પત્રકાર દોસ્તો, પૂજય સંતો, સાંસદો, ધારાસભ્યો, સમાજસેવી સંગઠનો પોતાના પ્રાણીક, તટસ્થ વિચારો રજુ કરે ને અસ્પૃશ્યતાના આ કલંકને દૂર કરવા સઘન પ્રયત્નો કરે એવી આશા છે. સરકારી નોકરીઓમાં હવે રોસ્ટર કે અનામતનો લાભ મૃત:પ્રાય છે.

ત્યારે હે સમાજબંધુ, ભગીનીઓ ખુબ જ ભણો, ગણો, ઉચ્ચ પદ મેળવો. આપણે ખુમારીથી જીવવાનું છે. મનમાંથી દલિતપણું કાઢવાનું છે. શાસ્ત્રો અને સંતો અમૃતસ્યપુત્રા: અહં બ્રહ્માસ્મિ, તત્વમસિની સિંહનાદે વાત કરતા હોય તો હવે મનની લઘુતા છોડી, અંધશ્રધ્ધા, વહેમો, કુરિવાજો છોડીને અન્યોની હરોળમાં બેસવા કટિબધ્ધ થવા હમણાં જ સંકલ્પો કરી મનુષ્ય જન્મ સફળ કરીએ એ તાકાત આપણી છે જ.

સુરત  – ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top