Dakshin Gujarat

ઉમરગામમાં ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ એકબીજા પર પથ્થર અને લોખંડના સળીયા લઈ તૂટી પડ્યાં

ઉમરગામ: (Umargam) ઉમરગામના કરજ ગામમાં પાણીના ટેન્કરના (Water Tank) ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી થતાં સામ સામે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાય છે. પાણીના ટેન્કરો નાંખવા બાબતે થયેલા ઝઘડામાં (Quarrel) પિતરાઈ ભાઈએ બીજા ભાઈની આંગળી પર બચકું ભરી લેતા મામલો બિચક્યો હતો.

  • ઉમરગામના કરજ ગામમાં પાણીના ટેન્કરના ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી
  • પિતરાઈ ભાઈએ બીજા ભાઈની આંગળી પર બચકું ભરી લેતા મામલો બિચક્યો હતો

પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભીલાડ નજીકના કરજગામ કોળીવાડમાં રહેતા પ્રકાશભાઈ ભીખુભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે શનિવારે પાણીના ટેન્કરો નાખવા બાબતે તેઓ તથા તેની સાથે દીકરા કીનલ તથા દાનેશ સાથે પિતરાઈ ભાઈના દીકરા કુણાલ દિલીપભાઈ પટેલને સમજાવવા તેમના ઘરે કરજગામ કોળીવાડ ગયા હતા. તે વખતે કુણાલ તથા તેમના ભાઈઓ સંદિપ તથા અંકિત તથા રૂનલ સાથે ઝઘડો થયો હતો. તે વખતે રૂનલે ડાબા હાથની વચલી આંગળી ઉપર બચકું ભર્યું હતું.

સામે ફરિયાદી કુણાલકુમાર દિલીપભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પ્રકાશ ભીખુ પટેલ, કિનલ પટેલ, દાનેશે પાણીના ટેન્કરના ધંધાની અદાવત રાખી ગાળો આપી પ્રકાશ પટેલે લોખંડના પાઇપથી હુમલો કરી સાહેદ રૂનલ પટેલને માથાના ભાગે લોખંડનો સળિયો તથા દાનેસે હાથમાં પથ્થર પકડી મારી દેતા ઇજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરગામમાં મિત્રની હત્યા કરી ભાગી ગયેલો મિત્ર યુપીથી પકડાયો
ઉમરગામ : ઉમરગામમાં મિત્રની હત્યા કરી અને સગા ભાઈ ઉપર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી છૂટેલો આરોપી મિત્ર યુપીથી પકડાતા 4 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ ડમરુંવાડી વિસ્તારમાં રહેતા અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ (ઉં. 29) તેના ઘરની બહાર મિત્ર અજીત ગણેશપ્રસાદ હરીજન (ઉ 22) અને કરણ ગણેશપ્રસાદ હરીજન (હાલ તમામ રહે ડમરુંવાડી મૂળ રહે યુપી) ઠંડીની મોસમ હોય ઘરની બહાર રાત્રે તાપણું કરવા બેઠા હતા. તે વખતે અવંતકુમાર અને અજીત વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન અવંતકુમાર ઉપર અચાનક જ આરોપી અજીતે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા અવંતકુમારનું મોત નિપજવા પામ્યું હતું.

જ્યારે વચ્ચે છોડાવવા પડેલા તેના સગા ભાઈ કરણ ગણેશપ્રસાદ હરિજન ઉપર પણ અજીતે હુમલો કર્યો હતો અને ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવનો ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પીઆઇ પી.એ.વળવીએ તપાસ હાથ ધરી હતી. હત્યાને અંજામ આપી ભાગી છૂટેલો આરોપી અજીત ગણેશપ્રસાદને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી યુપી ભાગી ગયો હતો. અઠવાડિયાની અંદર જ આરોપીને પકડી પાડવામાં ઉમરગામ પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોટે 4 દિવસના 14 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top