SURAT

ઉકાઈમાં 1.61 લાખ ક્યુસેક આવક સામે રૂલ લેવલ જાળવી રાખવા આટલા લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ

સુરત : ઉકાઈ ડેમના (UkaiDam) ઉપરવાસમાં ભારે વરસાદને (Rain) પગલે હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી (Water) છોડવાનું ચાલુ રખાતા આજે ઉકાઈ ડેમમાં 1.61 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમા ઉપરવાસમાં કેટલાક રેઈનગેજ સ્ટેશને ભારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. ટેસ્કામાં 2.5 ઇંચ, લખપુરીમાં અડધો ઇંચ, ચીખલધરામાં 1.5 ઇંચ, દેડતલાઈમાં 1 ઇંચ, બુરહાનપુર, યેરલી, હથનુર, ભુસાવલ, દહીગાવ, સાવખેડા, ખેતીયા અને ગીધાડેમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

  • નંદુરબારમાં 5 ઇંચ વરસાદ નોંધાતા પ્રકાશામાંથી 68 હજાર ક્યુસેક પાણી છોડાયું
  • ડેમની સપાટી 335 ફુટ રૂલલેવલને ક્રોસ કરીને 335.40 ફુટે પહોંચી
  • રૂલ લેવલ જાળવી રાખવા વરસાદને ધ્યાને લઈને ઉકાઈમાંથી ડેમના 12 ગેટ 6 ફુટ ખોલીને પાણી છોડવામાં આવ્યું
  • ઉકાઈ ડેમના ઉપરવાસમાં કેટલાક રેઈનગેજ સ્ટેશને ભારે વરસાદ વરસવાનું ચાલુ

આ સિવાય સારંગખેડા બે ઇંચ, શેગાવમાં 1 ઇંચ, સાગબારામાં 2 ઇંચ, નિઝામપુરમાં 1 ઇંચ અને નંદુરબારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને કારણે હથનુર ડેમમાંથી 72 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 68 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. બંને ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે ઉકાઈ ડેમમાં બપોરે 1.61 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેને પગલે ડેમની સપાટી 335 ફુટ રૂલ લેવલને ક્રોસ કરીને 335.40 ફુટે પહોંચી હતી. રૂલ લેવલ જાળવી રાખવા સાથે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને ઉકાઈ ડેમમાંથી ડેમના 12 ગેટ 6 ફુટ ખોલીને 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ડાંગમાં મેઘરાજાની ધબધબાટી : સાતથી વધુ કોઝવે પાણીમાં ગરક થતા 12 ગામડા પ્રભાવિત
ડાંગ: ડાંગ જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવતા લોકમાતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ગાંડીતુર હાલતમાં વહેતી જોવા મળી હતી. ડાંગમાં ધોધમાર વરસાદથી સતત બીજા દિવસે સાતથી વધુ કોઝવે પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 12 થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ. ધોધમાર વરસાદને પગલે જિલ્લાનાં આહવા તાલુકાનાં ત્રણ અને વઘઇ તાલુકાનાં ચાર માર્ગો મળી કુલ સાતથી વધુ માર્ગો અને કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા બંધ કરાયા છે. હાલમાં વરસાદી પાણી નહીં ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને આ માર્ગોને બદલે, તંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top