Vadodara

ઝૂ ક્યૂરેટરને બચાવવા જીવની આહુતિ આપનાર સિક્યુરિટી જવાનને સાચી શ્રદ્ધાંજલિ પુરવાર

વડોદરા: કમાટીબાગના ઝુ ક્યુરેટરને હિપોપોટેમસના હુમલા થી બચાવનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને પાલિકા દ્વારા નોકરી માટે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. વડોદરાના કમાટી બાગમાં રૂટિન ચેકઅપ દરમિયાન દ્વારા હિપોપોટેમસ દ્વારા થયેલ હુમલામાં ઝુ ક્યુરેટરને બચાવવા પોતાના જીવની આહુતિ આપનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને મેયર દ્વારા રહેમરાહે નોકરીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

વડોદરાના સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનો પ્રાણી સંગ્રહાલય આવેલું છે. પ્રાણી સંગ્રાહાલયમાં રહેલ પ્રાણીઓનું સમય અંતરે રૂટિન ચેકઅપ થતું હોય છે ગત નવમી માર્ચના રોજ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર રૂટીન ચેકઅપ અર્થે હિપોપોટેમસના પિંજરામાં ગયા હતા અને તેમની સાથે પાલિકાની ખાનગી સિક્યુરિટી માં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રોહીદાસ ઈથાપે પણ ગયા હતા રૂટીન ચેકઅપ કરે તે પહેલા જ હિપો દ્વારા ઝૂ ક્યુરેટર પર હુમલો કરાયો હતો જેમને બચાવવા સિક્યુરિટી ગાર્ડ રોહીદાસ વચ્ચે આવ્યા હતા અને ગંભીર રીતે ગવાયા હતા જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રોહીદાસ ઈથાપે મોતની પછી હતું.

જે મોતને લઈ પાલિકા દ્વારા રોહીદાસ ઈથાપેના વારસદારને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી જે જાહેરાત અંતર્ગત મંગળવારે વડોદરા મેયર નિલેશ રાઠોડ દ્વારા મૃતક રોહીદાસ ઈથાપેના પત્ની ને કાયમી નોકરીનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું હતું. જે પ્રસંગે ડે. મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારે પાલિકાની કચેરીએ આવેલ રોહીદાસ ઈથાપેના પત્નીએ પતિ ગુમાવવાનો દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓ મેયર ડેપ્યુટી મેયરની સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા તેઓને સાંત્વના આપવામાં આવી હતી. ફરજને લઈ પોતાના જીવની આહુતિ આપનાર રોહીદાસ ઈથાપેના પત્નીને પાલિકા દ્વારા કાયમી નોકરી આપતા પરિવારે મેયરનો અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો

Most Popular

To Top