Trending

ઓકિસજન પૂરો પાડતા વૃક્ષો માટેની આ વાત શું તમે જાણો છો?

આપણે આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ, જેની પાછળના કારણો આપણે જાણતા નથી. આવી જ એક વસ્તુ જે આપણે અવારનવાર જોઈએ છીએ તે છે રસ્તાની બાજુના વૃક્ષો (Trees). આપણા જીવ માટે જરૂરી એવો ઓકિસજન (Oxygen) પૂરો પાડતા વૃક્ષો પર કલર કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છે કે વૃક્ષ પર કથ્થઈ રંગ તેમજ સફેદ રંગ રંગવામાં આવે છે. પરંતુ શું તમે વૃક્ષો પર કરવામાં આવતા સફેદ રંગ માટેની આ વાત જાણો છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે?

વાસ્તવમાં, રસ્તાની બાજુના વૃક્ષોને સફેદ રંગ આપવા પાછળનું એક કારણ વૃક્ષનું આયુષ્ય વધારવાનું છે. હવે જો તમે વિચારી રહ્યા હોવ કે વૃક્ષોને કલર કરીને કેવી રીતે આયુષ્ય વધારી શકાય છે. તો મળતી માહિતી મુજબ ઝાડ પર લગાવવામાં આવતો સફેદ રંગ ઘણીવાર પાણી અને ચૂનો ભેળવીને બનાવવામાં આવે છે. ઝાડ પર આ પેઇન્ટિંગ કરવાથી, ઉધઈ અને તમામ પ્રકારના જંતુઓ ઝાડના થડને બગાડી શકતા નથી. આ સિવાય તમે ઘણી વખત જોયું હશે કે ઝાડમાં તિરાડો આવવા લાગે છે અને તેમની છાલ ધીમે-ધીમે અલગ થવા લાગે છે. પરંતુ જ્યારે ઝાડને સફેદ રંગવામાં આવે છે, ત્યારે સૂર્યપ્રકાશ તેના પર સીધો પડતો નથી. જેના કારણે ઝાડની છાલ લાંબા સમય સુધી યોગ્ય રહે છે અને ઝાડમાં તિરાડો આવતી નથી. તેથી જ ઝાડની ઉંમર વધારવા માટે સફેદ રંગ કરવામાં આવે છે.

તેની પાછળનું ત્રીજું કારણ એ છે કે જો લાંબા અંતરના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ન હોય તો આ વૃક્ષો રસ્તો બતાવવા માટે ઉપયોગી છે. જ્યારે વાહનની લાઈટ ઝાડ પર પડે છે ત્યારે ખબર પડે છે કે રસ્તો કેટલો પહોળો છે. તેમજ વૃક્ષો પર સફેદ રંગ દર્શાવે છે કે આ વૃક્ષો વન વિભાગની દેખરેખ હેઠળ છે અને તેને કાપી શકાશે નહીં.

Most Popular

To Top