Dakshin Gujarat

માંડવી ટાઉનના સરદાર શોપિંગ સેન્ટરની મોબાઈલ શોપમાં તસ્કરો 8 લાખના ફોન ચોરી રફુચક્કર

માંડવી: માંડવી (Mandvi) નગરમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં (Sardar Shoping Center) અજાણ્યા બે શખ્સ રાત્રિ દરમિયાન અન્ય સાધન વડે શટરનું નકૂચો તોડી અંદર પ્રવેશી અલગ-અલગ કંપનીના મોબાઈલ (Mobile) નંગ-54 અને રોકડ રકમ મળી કુલ રૂ.8,77,999નો મત્તા માલની ચોરી કરી ચોરો રફુચક્કર થઈ ગયા હતા. જે બાબતે દુકાનમાલિકે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. માંડવી તાલુકાના ચોરાં બા ગામના મંદિર ફળિયા ખાતે રહેતા નારણભાઇ મંજીભાઈ ચૌધરીની માંડવી ટાઉનમાં સરદાર શોપિંગ સેન્ટરમાં દુકાન નં-12માં મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વેચે છે. જેમની દુકાનમાં બે અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ અલગ અલગ કંપનીના મોબાઈલની ચોરી કરી હતી. મોબાઈલ નંગ-54 અંદાજિત કિંમત રૂ.8,52,999 તથા દુકાનમાં રાખેલી રોકડ રૂ.25 હજાર મળી કુલ મુદ્દામાલ રૂ.8,77,999ની ચોરી કરી બે શખ્સ ભાગી છૂટ્યા હતા.

માંડવીના તડકેશ્વરમાં 6 લાખનાં ડ્રમ ચોરીનો ભેદ ઉકેલાયો
પલસાણા: માંડવી પોલીસમથક વિસ્તારમાં આવેલા તડકેશ્વર ગામેથી ૬ લાખથી વધુના કેબલોનાં ડ્રમની ચોરીની ફરિયાદ માંડવી પોલીસમથકે નોંધવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલા ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે કડોદરા આવવાના હોવાની બાતમીના આધારે કડોદરા પોલીસે ૩ આરોપીને ઝડપી પાડી 11.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસમથકની હદમાં આવેલા તડકેશ્વર ગામેથી ૬ લાખથી વધુના કેબલનાં ડ્રમોની ચોરીની ફરિયાદ માંડવી પોલીસમથકે નોંધાઈ હતી.

કેબલ ચોરી કરનારા ત્રણ ઈશમોને પોલીસે દબોચી લીધા
ત્યારે મંગળવારે કડોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, માંડવીમાં કેબલ ચોરી કરનારા ઇસમો કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અકળામુખી હનુમાન મંદિરની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી દિનેશ વિશ્વનાથ પરિહાર કિશોર વલ્લભ માણીયા તેમજ વિકાસ ઉર્ફે ચિરંજીવ દિનેશ સોનકર ને ઝડપી તેમની પાસેથી કેબલ વાયરનાં બે ડ્રમ કિંમત રૂ.૬,૧૦,૧૨૨ રૂપિયા, એક ટેમ્પો તેમજ મોબાઇલ ફોન નંગ-૩ કિંમત ૨૦,૫૦૦ મળી કુલ ૧૧,૩૦,૬૨૨ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top