Gujarat Main

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એકસાથે 65 Dyspની બદલી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આજે રાજ્યના પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચીપાયો છે. આજે એક સાથે 65 જેટલાં ડીવાયએસપીની બદલીના ઓર્ડર નીકળ્યા હતા. જ્યારે હૈદરાબાદમાં તાલીમ પુરી કરનાર 8 આઈપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. 5 આઈપીએસને વેઈટિંગ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના Dysp જીતુ યાદવ અને અન્ય એક Dyspની અમદાવાદ શહેરમાંથી બદલી થઈ ગઈ છે. આગામી સમયમાં આઈપીએસ અધિકારીની બદલી માટેની ઘડીઓ ગણાઈ રહી છે. જેમાં આઈજી કક્ષાના અધિકારીઓના એડિશનલ ડીજીના પ્રમોશન અને મોટાભાગના સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી તેમજ સુરત પોલીસ કમિશનરની જાહેરાત થવાની છે, તેમાં હવે છેલ્લી મહોર લાગવાની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top