National

મહુઆ મોઇત્રા 31 ઓક્ટોબરે નહીં આવશે એથિક્સ કમિટીની બેઠકમાં, TMC સુપ્રીમો કેમ ચુપ છે?

નવી દિલ્હી: સંસદની એથિક્સ કમિટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પાસેથી લાંચ લેવાના મામલાની તપાસ કરી રહી છે. મહુઆ મોઇત્રાએ લોકસભાની (Loksabha) એથિક્સ કમિટીને વિનંતી કરી હતી કે તેઓ રૂબરૂ હાજર રહેવા માટે 5 નવેમ્બર પછીની તારીખ આપે. જો કે એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદને 31 ઓક્ટોબરે તેમની સામે હાજર થવા કહ્યું હતું.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તે પૂર્વ પ્રતિબદ્ધતાને કારણે 31 ઓક્ટોબરે એથિક્સ કમિટિ સમક્ષ હાજર થઈ શકશે નહીં. તેથી, તેમને 5 નવેમ્બર પછીની કોઈપણ તારીખ આપવી જોઈએ. મોઇત્રાએ ટ્વિટ કર્યું, ‘હું 4 નવેમ્બરે મારા નિર્ધારિત કાર્યક્રમો પૂરા કર્યા પછી સંસદની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવા માટે તૈયાર છું.’

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લેવાનો આરોપ છે. સંસદની ‘એથિક્સ કમિટી’ આ મામલાની તપાસ કરી રહી છે. ભાજપના નેતા નિશિકાંત દુબેએ પણ લોકપાલને ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટના વચ્ચે TMC સુપ્રીમો મમતા બેનર્જીનું મૌન આશ્ચર્યજનક છે. તાજેતરના વર્ષોમાં સંભવતઃ આ પ્રથમ વખત છે જ્યારે મમતા બેનર્જી તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા સામે આવા હુમલા પર મૌન છે.

મળતી માહિતી મુજબ એવી સંભાવના છે કે મહુઆએ તેનો સંસદીય લોગિન આઈડી પાસવર્ડ બિઝનેસમેન મિત્ર દર્શન હિરાનંદાની સાથે શેર કર્યો હોઇ શકે છે. મોઇત્રાએ પોતે એક વાર પણ સત્તાવાર રીતે આનો ઇનકાર કર્યો નથી, પરંતુ સતત કહ્યું છે કે અન્ય સાંસદો પણ આવું કરે છે. આવી સ્થિતિમાં મમતા બેનર્જી માટે ખુલ્લેઆમ સમર્થન કરવું મુશ્કેલ કામ છે.

Most Popular

To Top