Entertainment

‘થ્રી ઇડિયટ્‌સ’નો ટાંકીવાળો સીન અમે દારૂ પીને જ કરેલો – શરમન જોષી

થ્રી ઇડિઅટ્‌સ વખતે હું, માધવન અને આમિર ખાન એક સીન શૂટ કરી રહ્યા હતા. ટાંકી ઉપરનો સીન હતો. તે વખતે દારૂ પીતા – પીતા એ સીન કરવાનો હતો એટલે આમિરની ઇચ્છા હતી કે અમે રિયલમાં દારૂ પીને એ સીન કરીએ, એટલે મેં અને આમિરે બે-ત્રણ પેગ પીધા. માધવન બીજા શુટિંગમાંથી થોડો મોડો આવેલો એટલે તેણે પણ આવતાંની સાથે જ ધપાધપ બે -ત્રણ બેગ ઠપકાર્યા. અમે ત્રણેય પીને થોડા ટિપ્સી થઇ ગયેલા. માધવનને થોડી વધુ ચડી ગયેલી એટલે શોટ વખતે જેન્યુઅન્લી  તે ફંબલ થતા હતા. તે વખતે તો ખબર ન પડી પણ બીજા દિવસે રાજુ સરે અમને કહ્યું કે, તમે ગઇકાલે બહુ બધા રીટેઇકસ આપ્યા એટલે મારી ફિલ્મ ખતમ થઇ ગયેલી.

એમણે તરત સેટ પરથી કોઇને બેંગ્લોર સિટીમાં દોડાવીને વધારાની રીલ મંગાવવી પડેલી. તે સીનનું શૂટિંગ અમે બેંગ્લોરમાં કરેલું. રાજુસરની વાત અમે શું કરવા માનીએ? કારણકે અમે તો ખરેખર જ નશામાં હતા. અમારું શૂટ ટાંકી ઉપર ચાલતું હતું અને કેમેરા સેટ અપ નીચે હતું એટલે નીચે શું ચાલતું હતું તે અમને કયાંથી ખબર હોય? પણ હકીકતમાં તે વખતે આવું બન્યું હતું. અમારું ત્રણેનું…. મારું, આમિરનું, ખૂબ બનતું. સારું ટયૂનિંગ હતું. સ્ક્રિપ્ટ પણ કમાલની હતી અને અમને કામ કરવાની પણ ખૂબ મજા આવતી હતી. રાજુસર સાથે પણ ખૂબ બનતું.

શૂટિંગ સિવાયના સમાયમાં અમે ખૂબ ધમાલ કરતા, મસ્તી કરતા. ‘રંગ દે બસંતી’ માં પણ અમારી ટીમે ખૂબ મજા કરેલી. એક સાથે ૧૨૦ દિવસનું શૂટિંગ હતું એટલે અમારે એક સાથે રહેવાનું બન્યું. સરસ કામ કરવા મળ્યું અને જુદા જ પ્રકારના અનુભવોમાંથી પસાર થયા. અમારા કામને અને એકબીજાની કંપનીને અમે ખૂબ એન્જોય કર્યા. આમિર ખૂબ જ ઉમદા વ્યકિત છે. માધવન પણ સહજ છે. શૂટિંગ સમયે આમિર જે કંઇ એકિટવીટી કરે તેમાં બધાને ઇન્વોલ્વ કરે. બધા સાથે મસ્તી, મજા કરીએ. આખી ટીમમાં માહોલ ખૂબ જ સરસ રાખે. બધાને ખુશ રાખે અને એ આમિરનો સ્વભાવ છે. પોતે સરસ એકટર છે, સફળ છે, બહુ મોટું નામ છે એવો કોઇ ભાર એ સેટ પર ન રાખે. બધા સાથે સરસ રેપો ગોઠવી કામ કરે. મને તેનું એ પાસું એકદમ સ્પર્શી ગયું છે.
(રાજુ દવે સાથેના ઇન્ટરવ્યુમાં કહેતી વાત)

Most Popular

To Top